પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૨૪/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ મોબાઇલ ફોનની ચોરીમાં પકડાયેલ અકરમ મહેબુબભાઇ ખોખર રહે.કુંભારવાડા,મોતી તળાવ,ભાવનગરવાળો એ.વી.સ્કુલના ગેઇટ પાસે મોબાઇલ ફોન વેચવા માટે બેઠેલ છે.તેની પાસે રહેલ મોબાઇલ ફોન તેણે કોઇ પાસેથી છળકપટથી મેળવેલ અથવા ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મોબાઇલ ફોન નંગ-૧૧ સાથે હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ફર્યુ ફર્યુ બોલી મોબાઇલ ફોનના કોઇ બીલ કે આધાર પુરાવાઓ રજુ કરેલ નહી.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટ થી લાવેલ હોવાનું જણાય આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-અકરમ મહેબુબભાઇ ખોખર ઉ.વ.૩૩ ધંધો-મજુરી રહે.શેરી નં.૦૬,કાદરી મસ્જીદવાળા ખાંચામાં,મોતી તળાવ,કુંભારવાડા,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ગોલ્ડન કલરનો ઓપો કંપનીનો ઓપો A16 મોડલ નં.CPH2269 મોબાઇલ ફોન
2. વાદળી કલરનો રેડમી કંપનીનો રેડમી 10 મોડલ નં.220333QBI મોબાઇલ ફોન
3. કાળા કલરનો રેડમી કંપનીનો રેડમી 9i મોડલ નં.M2006C3LII મોબાઇલ ફોન
4. આછો વાદળી કલરનો વીવો કંપનીનો Y15 S મોડલ નં.V2120 મોબાઇલ ફોન
5. કાળા કલરનો રેડમી કંપનીનો રેડમી 10 A મોડલ નં.220233L2I મોબાઇલ ફોન
6. ગુલાબી અને કાળા કલરનો વીવો કંપનીનો Y17 મોડલ નં.VIVO 1902 મોબાઇલ ફોન
7. આછો વાદળી કલરનો રીઅલમી કંપનીનો C25Y મોડલ નં.RMX3265 મોબાઇલ ફોન
8. કાળા કલરનો ઓપો કંપનીનો બંધ હાલતનો મોબાઇલ ફોન
9. વાદળી કલરનો ટેકનો સ્પાર્ક કંપનીનો બંધ હાલતનો મોબાઇલ ફોન
10. કાળા કલરનો Infinix કંપનીનો HOT 10 S મોડલ નં.Infinix X 689 મોબાઇલ ફોન
11. કાળા કલરનો રેડમી કંપનીનો 5G મોડલ નં.2312DRAABI મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ