પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતાં-ફરતાં આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૨૭/૦૨/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે, જી.એમ.બી. ટ્રેનીગ સેન્ટરની સામે પડતર જગ્યામાં અલંગ ગામના (૧) શૈલેષભાઇ લવજીભાઇ ચૌહાણ (૨) લાલાભાઇ કાનાભાઇ જાદવ (૩) ગોપાલભાઇ પોપટભાઇ વાઘેલા નામના ઇસમો ચોરી અગર તો છળકપટથી મેળવેલ શીપના જસ્તા રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે એલ.સી.બી.ના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતાં નીચે મુજબના માણસો પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી આ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેની વધુ પુછપરછ કરતાં ’’આજથી આશરે દસેક દિવસ પહેલા પ્લોટ નં.૨૨માં રહેલ શીપમાથી ત્રણેય સાથે મળીને ચોરી કરી લાવેલ હોવાનુ જણાવેલ.’’ આ અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1. શૈલેષભાઇ લવજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો-મજુરી
2. લાલાભાઇ કાનાભાઇ જાદવ ઉ.વ.૨૭ ધંધો-મજુરી
3. ગોપાલભાઇ પોપટભાઇ વાઘેલા ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.ત્રણેય પ્લોટ નં.૨૪(૦)ની સામે,અલંગ શીપ યાર્ડ, અલંગ તા.તળાજા જી.ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-કંતાનની થેલી નંગ-૦૫માં ભરેલ શીપના જસ્તા નંગ-૨૦ કુલ રૂ.૫૪,૦૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-અલંગ મરીન પો.સ્ટે..ગુ.ર.નં.૦૦૪૫/૨૦૨૫ બી.એન.એસ. કલમઃ-૩૦૩(૨) મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર, રાજેન્દ્દ મનાતર જોડાયાં હતાં.