દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે લાલપુર રોડ પર આવેલ જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના સંયુક્ત સંકુલના પ્રાંગણમાં અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આંબલી, આમળા, જામફળ, વગેરેના છોડ વાવીને વૃક્ષારોપણ કર્યું હતું.
કલેક્ટરએ આ તકે સંકુલના વૃક્ષોનું ધ્યાન રાખતા માળી કર્મચારીઓને ખાસ અભિનંદન આપીને વૃક્ષોના સતત સંવર્ધન માટે બિરદાવ્યા હતાં. વૃક્ષારોપણ સાથે સંકળાયેલા ‘ગ્રીન ખંભાળિયા’ના કાર્યકર પરેશભાઈ મહેતા અને પરબતભાઇ ગઢવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.