Devotional

અંબાજી ખાતે આજે 121 યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા.

અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના 121 જોડાનું સમૂહ લગ્ન યોજાયું

શક્તિ ભક્તિ એને આસ્થા  નો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત ભરમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે

જ્યારે અંબાજી ખાતે પણ મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉત્સવ અને સાથે જ હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમિતિ દ્વારા 121 યુગલોના સમૂહ લગ્નનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયા જેમાં મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના લોકો ઉમટ્યા હતા.ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારે 121 યુગલોની શોભાયાત્રા (વરઘોડો) નીકળ્યું ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં આ તમામ યુગલો આવી અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

હિન્દુ રીતે રિવાજ મુજબ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં વિવિધ સ્ટેટના હીજ હાઇજેનિક મહારાજાઓ પણ હાજર રહ્યા હતા. અને પ્રભુતામાં પગલાં માંડતા આ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ પ્રેરિત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

શક્તિપીઠ અંબાજી, શાકંભરી નવરાત્રી પર્વ, વિશ્વ કલ્યાણ માટે 1008 ઔષધીઓનો યજ્ઞ, ગણેશ યાગ સાથેનો મહાયજ્ઞ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *