Devotional

રાજ્ય સત્તાનું સંચાલન ચતુર્થમતથી થવું જોઈએ: મોરારિબાપુ

નડિયાદની ‘માનસ યોગીરાજ’ રામકથા વિરામ પામી.

નડિયાદ (તખુભાઈ સાંડસુર દ્વારા)

નડિયાદની ભૂમિ તપસ્વી અવધૂત પૂ. સંતરામજી મહારાજની પાવન ચેતના સભર જ્યોતિ તો છે જ પરંતુ લોખંડી એકતાના જનક એવા સરદારની જન્મભૂમિ પણ ખરી!તો વળી સરસ્વતીચંદ્ર જેવી પોંખણા કરવા લાયક નવલકથાના સર્જક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ પાવન અવતરણ ભૂમિ છે.અહીં પુ. મોરારિબાપુનો રાજીપો કથાના સ્વરૂપે તારીખ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન સતત અમીછાંટણા કરતો રહ્યો. આ ભૂમિ ઉપર સંતરામજી મહારાજે ચેતન સમાધિ લઈને એક નવી ઊંચાઈ સુધી તપસ્થલીને લઈ જવાનો પ્રયત્ન તો કર્યો પણ સાથોસાથ અનેક પ્રકલ્પોના માધ્યમથી માનવમાં પ્રભુના દર્શન કરી શકાય તેવા સેવા કાર્યો આજે પણ સતત ધબકી રહ્યા છે.

લગભગ 12 દિવસ સુધી ચાલનારો 194 મો સમાધિ મહોત્સવ નડિયાદમાં પુ. મોરારિબાપુની પવિત્ર પાવન અને પ્રવાહી રામગાથા થકી આરંભાયો હતો અને નવમા દિવસના અંતે સમાધિ મહોત્સવનો પહેલો મણકો પૂર્ણ થયો.

આજની કથામાં અમરકંટકથી ઉપસ્થિત એવા સંત શ્રી કલ્યાણ બાબાએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી હું આ તીર્થ ભૂમિમાં આવું છું અને મને કહેતા ગૌરવ થાય છે કે આ ભૂમિ હવે સેવાતીર્થ બની ગઈ છે.

પુ. મોરારિબાપુએ પોતાની નવમ દિવસના પડાવની વાણીને મુખર કરતા કહ્યું કે સેવાના આ તીર્થમાં જે કોઈ સજ્જનો શ્રેષ્ઠીઓ અને તપસ્વીઓએ યતકિંચિત એવી સેવાનું ફળ પદાર્પણ કર્યું છે તે બધાને સાધુઆત.મનોરથીશ્રી દેવાંગભાઈ પટેલ અને તેમના પરિવારે આ તીર્થભૂમિને તેમના પાયાના આદર્શોને સિંચિત કરવા માટે જે કામ કર્યું છે તે સરાહનીય છે.

કોઈ પણ સતાના સંચાલનમાં જે રીતે ભરતજીએ ચાર મતને અનુસરવા કહ્યું તેમ લોકમત,સાધુમત,વેદમત અને રાજમતની એટલી જ યોગ્યતા છે. આજના કથાક્રમને ઉપાડીને અયોધ્યામાં શ્રી રામજીનું આગમન અને પછી શ્રી દશરથ મહારાજજીનું દેવલોક ગમન અને સાથે સાથે રામજીનું વનવાસ ગમન વગેરે કથાને આગળ વધારતા અંતિમ પડાવે રામનો રાજ્યભિષેક અને ભગવાન રામજીના રઘુકુળના ઉત્તરાધિકારીઓનો અવતરણ વગેરે કથાઓ રસિક,પ્રવાહી પરંપરાનું ચિત્રણ કરીને કથાને વિરામ અપાયો હતો.

ભગવદ કાર્યના આ અનુષ્ઠાન દરમ્યાન અનેક સેવાના પ્રકલ્પો જેમાં રક્તદાન કેમ્પ,દર્દી નારાયણની સેવા અ્ન્નો બ્રહ્મની સેવા વગેરે સતત નવ દિવસ સુધી ચાલતા રહ્યાં હતાં. હવે આગામી 12મી તારીખ પૂનમનો દિવસે સમાધિ મહોત્સવનો દિવસ હોય સાંજના અહીં સાકર વર્ષાનો ઉત્સવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર કથા દરમિયાન આયોજનમાં શ્રી નિર્ગુણદાસજી મહારાજ,શ્રી મોરારિદાસજી,શ્રી ચેતનદાસજી પુ મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી જોડાયા હતા.ઉત્તમ સંચાલન સાક્ષર એવા શ્રી હસિતભાઈ મહેતાએ સંભાળ્યું હતું.આજની કથામાં શ્રી દલપતભાઈ પઢીયાર અને શ્રી માધવ રામાનુજ,શ્રી ભદ્રાયુ વચ્છરાજાની સહિતના સારસ્વતો પણ ઉપસ્થિત હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *