શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા આવે છે અને દર્શન કર્યા બાદ ગબ્બર ખાતે મા અંબા ની અખંડ જ્યોતના દર્શન કરવા પણ જાય છે
ત્યારબાદ ગબ્બર નજીક પહાડો ની વચ્ચે આવેલા પ્રાચીન અને પૌરાણિક ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે પણ ભક્તો દર્શન કરવા જતા હોય છે. ચુંદડીવાળા માતાજીનો જન્મ 13/8/2029 ના રોજ ચરાડા ખાતે થયો હતો,તેઓ ત્યારબાદ ગબ્બર નજીક આવેલા આશ્રમ ખાતે તપચર્યા કરી હતી અને અહીંયા જ રહેતા હતા,તેઓ ઘણા વર્ષો સુધી અન્નજળ વિના રહેતા હતા.26/5/2020 ના રોજ માતાજીનું અવસાન થયું હતુ.
ગબ્બર આશ્રમ ખાતે તિથિ પ્રમાણે શ્રાવણ સુદ આઠમના રોજ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. મંદિરમાં નવચંડી યજ્ઞ અને અન્નકૂટ પણ યોજવામાં આવ્યો હતો. માતાજી ના મંદિરમાં હજુ પણ ભક્તો દર્શન કરવા આવે છે.
શ્રી ચુંદડીવાળા માતાજીના 96 મા જન્મદિવસ નિમિત્તે આજ રોજ શ્રી ચુંદડીવાળા માતાજી ના આશ્રમ ખાતે અન્નકૂટ, નવચંડીયજ્ઞ અને વુક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ હતું .
આજે 1100 વુક્ષો વાવી પર્યાવરણ જતન નો સંદેશપણ આપ્યો હતો.આદિવાસી મંડળ દ્વારા લોક નૃત્ય રજુ કરવામા આવ્યુ હતુ.તેમજ પાઠશાળાના બ્રહ્મ કુમારોને બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને માતા જીના મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ પણ યોજવામાં આવ્યો હતો બપોરે માતાજીના મંદિરે મહા આરતી પણ થઈ હતી.
:- ચુંદડીવાળા માતાજી વિના ભક્તોએ જન્મદિવસ ઉજવ્યો :-
ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદ જાની હતુ. ચુંદડીવાળા માતાજી ઘણા વર્ષો સુધી ગબ્બર ખાતેના આશ્રમ ખાતે ભક્તોને દર્શન અને આશીર્વાદ આપતા હતા.2020 મા તેમનું અવસાન થતાં તેમના મંદિરમાં ભક્તો હજુ પણ અવિરતપણે આવી રહ્યા છે અને તેમના સમાધિના દર્શન કરી રહ્યા છે.આજે પણ મંદિર ખાતે સેવકો અને તેમના અનુયાયીઓ દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને કેક પણ કાપવામાં આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી