Latest

અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે.આ તાલુકામાં આવેલી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી આજુબાજુના જરૂરિયાત તેમજ ટ્રાયબલ ના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન છે.

આધ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી જે આજુબાજુ ની આશરે સાડા ત્રણ લાખ (3.5) ની વસ્તી માટે આશીર્વાદ રૂપ સમાન છે આ હોસ્પિટલમાં નિશુલ્ક તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ હાડકાના ઓપરેશન, ગાયનેક ઓપરેશન,તેમજ સર્જરી અને આંખના ઓપરેશન કરવામાં આવે છે.

ગુજરાત સરકારની આરોગ્ય લક્ષી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આરોગ્યલક્ષી કેમ્પ યોજાવામા આવે છે. આજ રોજ તારીખ 13/8/2024 ના રોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતવાળા તેમજ ટ્રાઈબલ વિસ્તારના દર્દીઓને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા નિશુલ્ક મળી રહે. આ કેમ્પમાં હૃદયના રોગ, હાડકાના રોગ, કિડનીના રોગ, નાક કાન ગળાના રોગ, ચામડીના નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરી સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પમાં 120 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને હોસ્પિટલના સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

આ કેમ્પને સફળ બનાવવામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા અને ડૉ. પિયુષ મોદી અને અન્ય ડોક્ટરો તેમજ નર્સિંગ ફાર્માસિસ્ટ તેમજ લેબોરેટરી અને એકસ-રે અને વહીવટી સ્ટાફ અને અન્ય વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો યોગદાન આપેલ. દર્દીઓએ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *