તખુભાઈ સાંડસુર
મુનિનું મૌન અને ઋષિની વાણી પણ સનાતન છે.સનાતન એક સપ્તકમાં સમાહિત છે. જેમાં બ્રહ્મ, પુરુષ,સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્યને ગણી શકાય.બ્રહ્મ ઈશ્વર તત્વ પુરુષ છે એટલે કે એવા પુરુષો કે જે આદિ અનાદિથી શાશ્વત છે.આપણો અધ્યાત્મ્ય સ્વભાવ જે સદૈવ છે તે પણ સનાતન છે. કુળ અને ધર્મની વાત પણ ગીતામાં છે તેથી કુળ તથા ધર્મ પણ સનાતન છે.સત્યને કદીએ બાજુમાં મુકી શકાય તેમ નથી તેથી તે સનાતન છે જ.
વિજ્ઞાન ઈતિ સાથે જોડાયેલું હોય છે. તેથી તેમાં ફેરફાર અને બદલાવ જોવા મળે.પરંતુ જ્ઞાનમા તે નથી.વિષય હોય તેની સાથે વિકાર અને સંસ્કાર પણ જોડાયેલાં છે.પણ નિંદા, દ્રોહ, પરધન લાલચ આ બધાં આપણાં વિકારોથી જન્મે છે.કોઈ સંગ શ્રેષ્ઠ હોય છે અને તેની મૈત્રી પણ ગમે છે.તેજસ્વી તે તપસ્વી ન હોય શકે પરંતુ તપસ્વી હોય એ તેજસ્વી હોય જ ! તેથી તે સંગ સંગચ્છધ્વમ્ નો આદર્શ ગણી શકાય.
ભગવદ્ ગીતામાં સાત વખત સનાતન શબ્દનો ઉલ્લેખ મળે છે. કોઈપણ જ્ઞાન, વૈરાગ્ય માટે પાંખાળા બનવા માટે,ઉડવા માટે તત્પર કરે છે.ભગવાન મનુએ 10 સ્વભાવનું વર્ણન કર્યું છે મનુ એટલે મન છે અને શત્રુપા એટલે બુદ્ધિ છે અને તેનું બંનેનું દાંપત્ય પવિત્ર છે.તે કહે છે.
धृति क्षमा दमोस्तेयं, शौचं इन्द्रियनिग्रहः।
धीर्विद्या सत्यं अक्रोधो, दशकं धर्मलक्षणम् ॥
અર્થાત આ 10 લક્ષણો સનાતનના છે
ધૃતિ એટલે ધૈર્ય, ક્ષમા સંયમ, ચોરી ન કરવી એટલે કોઈનુ લઈ લેવું નહીં,સ્વચ્છતા, ઈન્દ્રિયને વશમાં રાખવી તેનો નિગ્રહ કરવો,બુધ્ધિ,વિદ્યા,સત્ય અને ક્રોધ ન કરવો.આપણે ક્યારેક અકારણ ક્રોધ કરતાં હોઈએ છીએ.સવારમા ઉઠીને,કામ પર નીકળતાં અને ભોજન કરતી વખતે ક્યારેય ક્રોધિત ન થવું.વ્યાસપીઠ હંમેશા જાગતી રહે છે અને સમાજને જગાડતી રહે છે.
















