આજથી શ્રાવણનો પવિત્ર માસ શરૂ થયો છે,ત્યારે દેશભરના શિવાલયો મા શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઠેર ઠેર જગ્યાએ માં હર હર મહાદેવ ના નાદ ગુંજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શિવની પૂજા આરાધના અને જલાભિષેક કરી ભગવાન શિવને પ્રસન્ન કરવા પહોંચી રહ્યા છે,ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમા પણ શ્રાવણ માસને લઈને શિવાલયોમાં ભક્તોને ભારે ભીડ ઉમટી રહી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું શક્તિપીઠ અંબાજી નજીક કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.
આજથી દેશભરમાં શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે પણ મારવાડી શ્રાવણને પગલે ભક્તો શિવ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અંબાજી ખાતે અને આસપાસ 12 કરતા વધુ શિવાલયો આવેલા છે,ત્યારે અંબાજી થી સાત કિલોમીટર દૂર આવેલા પ્રાચીન કોટેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો શિવપૂજા કરવા પહોચ્યાં હતાં.
કોટેશ્વર મહાદેવ ખાતે સરસ્વતી નદી નુ ઉદગમ સ્થળ આવેલું છે. સરસ્વતી નદીનું જલ લઈ શિવ ભક્તો કોટેશ્વર મહાદેવ નો જલાભિષેક કરી ભગવાન શિવ ની પૂજા અને આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે. ગબ્બર ખાતે આવેલા કાળ ભૈરવ મંદિર ખાતે પણ ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. પૂર્ણાનંદ ગીરી બાપુ ખાસ હાજર રહ્યા હતા.ભરત જોષી, પુજારી, કોટેશ્વર મહાદેવ ખાતે ભક્તોને શિવ પૂજા કરાવતા જોવા મળ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી