બ.કાં.જિલ્લા ના લોકસભા ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ ના ગેનીબેન ઠાકોર ચૂંટાતા અંબાજી મંદિરે દર્શનાર્થે પધાર્યા……
માતાજી ના દર્શન પૂજન કરી ધજા ચઢાવી…….
દર્શન બાદ ડી.જે ના તાલે સમગ્ર અંબાજી માં ફરી જીત બદલ લોકો નું અભિવાદન કર્યું……
સમગ્ર ગુજરાત માંથી ફક્ત કોંગ્રેસ ની એક સીટ બ.કા.જિલ્લા માંથી ગેની બેન ઠાકોર જીત્યા….
સમગ્ર દેશ માં લોકસભા ની ચુંટણી પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માંથી ભાજપ ના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી ને માત આપી પ્રચંડ મત થી જીત મેળવનાર *“ગુજરાત ના બેન”* તરીકે ની નામના મેળવનાર કોંગ્રેસ પક્ષ ના ગેની બેન ઠાકોરે લોકસભા ઉમેદવાર તરીકે પોતાની નોંધણી કરાવ્યા બાદ આજ રોજ અંબાજી ખાતે માં અંબા ના ચરણો મા દર્શન – પૂજન અર્થે આવી પહોંચ્યા હતા.
વહેલી સવારે અંબાજી ખાતે પધારતા અંબાજી કોંગ્રેસ મંડળ દ્વારા ગેની બેન નું સ્વાગત કરાયું હતું ત્યાર બાદ પક્ષ ના તમામ સભ્યો, હોદ્દેદારો સાથે ગેની બેન એ માં અંબા ના નિજ મંદિર ખાતે પહોંચી માતાજી ના દર્શન – પૂજન કરી માતાજી ને ધજા ચઢાવી હતી અને ચુંટણી માં જીત બદલ આદિ શક્તિ માં અંબા ની કૃપા અને આશીર્વાદ બદલ માતાજી નો અને બનાસકાંઠા ની જનતા નો આભાર માન્યો હતો.
મા અંબા ના દર્શન પૂજન બાદ પક્ષ ના સભ્યો સાથે ગાડી માં બેસી ને ડી.જે.ના તાલે અંબાજી ના મુખ્ય માર્ગો પર ફરી ને ચુંટણી માં જીતાડવા બદલ જાહેર જનતા ને અભિવાદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત માં ભાજપ સામે કોંગ્રેસ ફક્ત બનાસકાંઠા જિલ્લા માંથી ગેની બેન ની ઉમેદવારી માં એક સીટ મેળવી પોતાનું ખાતું ખોલી શક્યું હતું.જેને લઈ કોંગ્રેસ પક્ષ માં આનંદ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અહેવાલ પ્રહલાદ પૂજારી અંબાજી