શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ ખુબજ જાણીતું શક્તિપીઠ છે અને આ ધામમાં ગંદકી અને કચરાના ઢગલા અવારનવાર જોવા મળતા હતા અને આજ કારણે આજથી અંબાજી ખાતે માં અંબાના ધામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે બે ટાઇમ કચરા લેવા ગાડી આવશે. અંબાજી ધામ આવનારા સમયમાં સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં નંબર વન બને તેવા પ્રયાસો આજથી શરૂ કરાયા છે.
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ડોર ટુ ડોર કચરા લેવાની કામગીરી નો પ્રારંભ થયો.અંબાજી મંદિર ના વહીવટીદાર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ.અંબાજીમાં વિકાસ મંડળ દ્વારા અંબાજી ગામને ક્લીન બનાવવા બે ટાઈમ કચરા લેવા ગાડી આવશે.અંબાજી મંદિર ના વહીવટીદાર દ્વારા વેપારીઓને ડસ્ટબીન આપીને વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી