એબીએનએસ, એ.આર પાટણ: પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા આશરે 2 કરોડના ખર્ચે માઁ વેજવાસ માતાજીનું ભવ્ય મંદીર બનવા જઈ રહ્યું છૅ ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા નવીન મંદિરના શીલારોપણ પ્રસંગે ગ્રામજનો નું ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું
દાઉદપુર ગામ ખાતે માઁ વેજવાસ માતાજી મંદિરનું નવીન મંદીર કરોડોના ખર્ચે બનવા જઈ રહ્યું છૅ. ત્યારે આ મંદિરના શીલારોપણ પ્રસંગે હોમ, હવન, યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમી તાલુકાના દેવનગર-દાઉદપુર ગામ ખાતે પોષવદ આઠમ બુધવારના રોજ નવીન મંદિરના શીલારોપણ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી શંખ્યામાં ભાવિ ભક્તો સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અને માતાજી ના સાનિધ્યમાં આવી ધન્યતા અનુભવી હતી
દાઉદપુર ગામ ખાતે માઁ વેજવાસ માતાજીના શીલારોપણ માં સમસ્ત ગ્રામજનો દ્વારા હવન નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ હવનમાં બેસવાનો અનેરો લાભ લીધો હતો અને ત્યારબાદ વાજતે ગાજતે સામૈયા સાથે ગામચોકમાં મહિલાઓએ રાસની રમઝટ પણ બોલાવી હતી.
શીલારોપણ નવીન મંદીર ના ખાત મુર્હત પ્રસંગે હોમ હવન સાથે અલગ અલગ પ્રકારની રંગોળી પણ માતાજીના સાનિધ્યમાં જોવા મળી હતી જે લોકો માટે આકર્ષિત રંગોળી હોય રંગોળી જોવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા.
દાઉદપુર ગામ ખાતે માં વેજવાસ માતાજીના નવીન મંદિરના ખાતમુર્હત પ્રસંગે આવનાર તમામ ભાવિ ભક્તોને ચા, પાણી સાથે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારે મહત્વનું છૅ કે દાઉદપુર ગામ ખાતે માં વેજવાસ માતાજી, નાકોઈ માતાજી અને ગોગા મહારાજ સહીત ત્રી મંદીર નું નવીન મંદીર નું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવાંમાં આવી રહ્યું છૅ તેવું ગામના વડીલ સાધુ ત્રિકમદાસ કેશવદાસએ જણાવ્યું હતું.
ગામમાં માતાજીના સાનિધ્યમાં લોકમેળો ભરાય છૅ,દર વર્ષે ઉજવણી ભરાય છૅ:-
દાઉદપુર ગામના સાધુ ત્રિકમદાસ ના જણાવ્યા પ્રમાણે આ ગામની ખાસ વિશેષતા અને માતાજી ની શ્રદ્ધા ને સમગ્ર જિલ્લાના લોકો જ નહિ પણ ભારતભરમાં માતાજી નું આ મંદીર આસ્થાનું કેન્દ્ર ગણાય છૅ
લોકો દર વર્ષે હજારો ની શંખ્યામાં દર્શનાર્થે આવે છૅ. અને માઁ વેજવાસ માતાજી ની દાઉદપુર ગામ ખાતે વર્ષોજૂની પરંપરા મુજબ વેજવાસ માતાજી ની દર વર્ષે ભાદરવા સુદ નોમ ના ઉજવણી ભરાય છૅ.જે ઉજવણી માં લોકમેળો ભરાય છૅ અને માતાજી ની પલ્લી ભરવામાં આવે છૅ.
જેમાં સમસ્ત ગામના લોકો સાથે મળીને માતાજીના સાનિધ્યમાં ચોકમાં સમસ્ત ગ્રામજનો નું રસોડું ત્યાં બને છૅ.અને ગામલોકો એકજ પરિવાર બની માતાજી ના સાનિધ્યમાં પ્રસાદ કરે છૅ. આ ગામમાં ભાઈચારો, એકતા અને ધર્મના દર્શન કરતુ આ ગામ છૅ.
ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છૅ. એજ માતાજીના સાનિધ્યમાં 2 કરોડના ખર્ચે સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય મંદીર નું નિર્માણ થઈ રહ્યું છૅ અને શીલારોપણ કરાયું છૅ.