Latest

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ આપશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન ગઈ કાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે.

ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો.

સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ ૧૫ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.૦૮/૦૧/૨૦૨૫થી ચાલી રહી છે.

શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.

તે દરમિયાન ગઈ કાલે તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે.

એક ઉમેદવાર તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં Editing કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે.

આ બોગસ ઉમેદવાર વિરૂધ્ધ મહેસાણા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. અધિનિયમ કલમ ૩૩૬(ર) અને ૩૪૦(ર) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એટલું જ નહિ, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી પ્રોત્સાહક ઇનામ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *