ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં જગતજનની અંબા ના મંદિરમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબા ના દર્શનાર્થે આવતા હોય છે.
અંબાજી મંદિરમાં અંબિકેશ્વર મહાદેવ, સિદ્ધિવિનાયક અને ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. માતાજી ના દર્શનાર્થે આવતા માઈ ભક્તો માતાજીના દર્શન ની સાથે સાથે મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિર અને ભૈરવ દાદા ના દર્શન પણ કરે છે અને આશીર્વાદ લે છે.
હાલમાં શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. ત્યારે મોટા પ્રમાણમાં અંબાજી આવેલા દર્શનાર્થીઓ માતાજીના દર્શનની સાથે સાથે અંબિકેશ્વર મહાદેવના પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
હાલમાં શ્રાવણ નો પવિત્ર માસ ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવના દર્શન અને જલાભિષેક ભક્તો કરીને શિવ અને શક્તિના આશીર્વાદ મેળવે છે.
આજે શ્રાવણ માસ ના શનિ પ્રદોષ ના દિવસે મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે અંબિકેશ્વર મહાદેવના પૂજારી દ્વારા શિવની વિશેષ આરતી કરવામાં આવી હતી અને અંબિકેશ્વર મહાદેવ ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે મોટા પ્રમાણમાં આવેલા દર્શનાર્થીઓ એ શક્તિની સાથે સાથે શિવના દર્શન અને જલાભિષેક સાથે બીલીપત્ર ચઢાવીને આશીર્વાદ મેળવ્યો હતો. આજે અંબિકેશ્વર મહાદેવ ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી