Education

શિક્ષણ જગત માટે શરમજનક સ્થિતિ

અંબાજીમાં મંત્રીજી નું ચાલુ ભાષણમાં આચાર્યોની ઘોર નિદ્રામાં

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ યાત્રાધામ વાત કરવામાં આવે તો અંબાજી માં  ગુજરાત  રાજ્ય આચાર્ય સંઘ  નું અધિવેશન માં માં આચાર્ય ઊંઘતી  હાલતમાં જોવા મળે છે

ગુજરાતના શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય તેવા દ્રશ્યો અંબાજીથી સામે આવ્યા છે. અંબાજીમાં રાજ્ય આચાર્ય સંઘનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી હાજર રહ્યા હતા. મંચ પરથી મંત્રીઓ શિક્ષણના સુધારા અને ભાવિ પેઢીના ઘડતરની વાતો કરી રહ્યા હતા, પરંતુ સામે પક્ષે બેઠેલા આચાર્યો કુંભકર્ણની નિદ્રામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ જેમના શિરે છે, તેવા 10થી વધુ આચાર્યો સભામાં ઊંઘતા  ઝડપાયા હતા.

મંત્રીઓ ભાષણ આપતા હોય અને આચાર્યો ખુરશીમાં માથું ઢાળીને સુતા હોય તેવા  પત્રકાર ના કેમેરા કેદ થયા
“આ દ્રશ્યો છે અંબાજીના, જ્યાં શિક્ષણ મંત્રી પ્રદુમન વાજા અને નાણાં મંત્રી કમલેશ પટેલની હાજરીમાં આચાર્યોએ મંત્રીઓની મર્યાદાના લીરેલીરા ઉડાવ્યા છે. સંમેલનમાં મંત્રીઓ ગંભીર વિષયો પર માર્ગદર્શન આપી રહ્યા હતા, ત્યારે આ આચાર્યોને શિક્ષણની ચિંતાને બદલે ઊંઘમાં વધુ રસ હોય તેવું જણાઈ રહ્યું હતું.

“એક તરફ સરકાર શિક્ષણને સુધારવા મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ જવાબદાર પદ પર બેઠેલા આ આચાર્યોની આવી બેદરકારી અનેક સવાલો ઉભા કરે છે. એક-બે નહીં પણ 10થી વધુ આચાર્યો અહીં ઘોર નિદ્રામાં જોવા મળ્યા હતા. લોકોમાં એવી પણ ચર્ચાઓ જાગી છે કે આ આચાર્યો માત્ર ખાવા-પીવા અને મોજ કરવા જ સંમેલનમાં આવ્યા છે કે શું?” આવા  જો જાહેર સંમેલન માં આવું કરતા હોય તો પોતાના ની શાળા માં શું કરતા હશે તે એક વિચારવાનો પ્રશ્ન છે આવા આવા આચાર્યોના કારણે શિક્ષણ જગતનો નામ ખરાબ કરતા હોય છે આચાર્યઓ પોતાની જવાબદારી બેદરકારી દાખલતા હોય તો સરકારી લાભ પણ આપવાના બંધ કરી દેવા જોઈએ તેથી પોતાની અક્કલ ઠેકાણે આવે એ બીજી વાર કોઈ આવા સંમેલન કે જાહેર કાર્યક્રમમાં પોતાનું ભાન ના ભૂલે

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તિરુપતિમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકનો પ્રારંભ.

તિરુપતિ (આંધ્ર પ્રદેશ): અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘદ્વારા પવિત્ર નગરી…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *