અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી રેલી 2025-2026 માટે અગ્નિવીર સામાન્ય ફરજ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (તમામ પ્રશાખા) શ્રેણીઓ માટે 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી ઑનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે.
આ ભરતી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ આ 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે દમણ, દાદરા અને નગર હવેલીના નિવાસી ઉમેદવારો માટે લાગુ પડે છે.