અંબાજી ખાતે ગુરૂવારથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. શિક્ષણ વિભાગે પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થાય તે પહેલા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી દ્વારા તમામ બાળકોને માતાજીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અંબાજીની કન્યાશાળા, અંબાજી ગ્રામ પંચાયત હાઈસ્કૂલ,ભવાની સ્કૂલ અને એકલવ્ય શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.પરીક્ષા શરૂ થતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરના વહીવટદારે વિદ્યાર્થીઓને માતાજીના આશીર્વાદ સ્વરૂપે મોહનથાળનો પ્રસાદ આપ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓને માતાજીના આશીર્વાદ સાથે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ નજર આવતા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી