અંબાજી નજીકનું કુંભારિયા સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું આઠ મેના રોજ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવ્યો છે.ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું હતું. બનાસકાંઠા જિલ્લાની અને દાંતા તાલુકાની શાળાઓનું પરિણામ એકંદરે સારું આવ્યું છે. જેમાં અંબાજીના કુંભારિયા કેન્દ્ર સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું છે.બનાસકાંઠા 89.29 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની ગણના પછાત જિલ્લા તરીકે થાય છે. અંબાજી અને કુંભારિયા ખાતે આવેલી શાળાઓમાં પરીક્ષા શરૂ થતા પહેલાં દરેક વિદ્યાર્થીઓને અંબાજી માતાજીના મંદિરનો મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો.ધોરણ 10 અને ધોરણ 12 માં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો આ વખતે રેકોર્ડ સર્જ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ અને પરિણામમાં વધારો થયો છે.અંબાજી નજીકનું કુંભારિયા કેન્દ્ર 2024 માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું હતું.દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તેમ છતાં કુંભારીયા કેન્દ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યો છે.ભવાની અંગ્રેજી મીડીયમ સ્કુલ કુંભારીયા વિસ્તારમાં આવેલ છે જેનું પરિણામ પણ સો ટકા આવ્યું છે.અંબાજીની અન્ય શાળાઓમાં પણ રીઝલ્ટ ખુબ જ સરસ આવેલ છે.