Education

અમરેલીની શાળામાં બાળકો દ્વારા ગેમિંગ ચેલેન્જમાં હાર્યા પછી પોતાના હાથ પર બ્લેડથી ચીરા મારવાનો દુઃખદ અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. જે આપણાં માટે અત્યંત ચિંતા અને ચિંતનની બાબત છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

આ ઘટના માત્ર બાળકોની માનસિક સ્થિતિ નહીં પરંતુ પરિવાર અને સામાજિક વ્યવસ્થાની જવાબદારી તરફ પણ આંગળી ઉઠાવે છે.

આ આધુનિક યુગમાં ડિજિટલ ગેમ્સ અને સોશિયલ મીડિયાની અસરો બાળકોના જીવન પર વધી રહી છે. ચેલેન્જમાં જીતનું દબાણ અને સાથે સામૂહિક ડિપ્રેશન એક ભયાનક સ્થિતિ ઊભી કરી શકે છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.

આવા સમયે વાલીઓએ માત્ર બાળકોને મોબાઇલ ન આપવાથી કે સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ બાળકો સાથે સમય વિતાવવો, તેમની લાગણીઓને સમજવી, અને ખૂલા દિલથી વાત કરી તેની મનોસ્થિતિ જાણવી ખૂબ જરૂરી છે.

શાળામાં પણ આ બાબતે સતત સજાગતા, કાઉન્સેલિંગ અને સહાનુભૂતિભર્યું વાતાવરણ પૂરું પાડી દરેક બાળકના વર્તનમાં પાંગરેલ અનિચ્છનીય પ્રવૃત્તિઓના સંકેતોને સમજી અને તેમને સકારાત્મક માર્ગે લાવવા માટે તમામ સ્તરે પ્રયત્નો થવા જરૂરી છે.

આ બનાવ એક વેકઅપ કોલ છે જેને અટકાવવા માટે પ્રત્યેક નાગરિકે સામૂહિક પ્રયાસ કરવો પડશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 12

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *