“વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” – આ દૃઢ સંકલ્પ સાથે લોકશાહીના મંદિર સમા વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26ના ગુજરાત બજેટ અંતર્ગત રૂ. 3,70,250 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી.
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગને અનુકૂળ બનાવવામાં આગળ વધી રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ પર ભાર આપવામાં આવ્યો છે, જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ માન. નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓના સશક્તિકરણ અને સર્વાંગી શિક્ષણ ઉત્કર્ષ માટે આ ઐતિહાસિક બજેટ ઘોષિત કરવા બદલ માન. મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
શિક્ષણ વિભાગના સચિવશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ અને શિક્ષણ પ્રત્યે સમર્પિત કર્મચારીમિત્રોને અભિનંદન સહ આભાર, જેમના નિરંતર પરિશ્રમથી ગુજરાતના દરેક જિલ્લામાં સર્વાંગી શિક્ષણ સુનિશ્ચિત થશે.
ટેકનોલોજી અને કુશળતા આધારિત શિક્ષણ દ્વારા ‘વિક્સિત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરીએ!