Education

“ગુજરાત અને Western Australia વચ્ચે શિક્ષણ ક્ષેત્રે નવા સહકારની શરૂઆત”

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાથે Western Australia SCSA અધ્યક્ષની મુલાકાત

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વૈશ્વિક શિક્ષણ તકો અંગે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ ચર્ચા

ગાંધીનગર | તા. 16 સપ્ટેમ્બર, 2025

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે ગાંધીનગર ખાતે School Curriculum and Standards Authority (SCSA), Government of Western Australia ની અધ્યક્ષ Pauline White સાથે સૌજન્ય મુલાકાત કરી.

આ મુલાકાત દરમિયાન Western Australian Certificate of Education (WACE) ને ગુજરાતમાં Senior Secondary Qualification equivalence મળવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે WACE ને વર્ષ 2023માં Association of Indian Universities (AIU) દ્વારા રાષ્ટ્રીય સ્તરે સમકક્ષતા આપવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું કે:
“આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઘડાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના હેતુઓને અનુરૂપ એવા વૈશ્વિક અભ્યાસક્રમો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવા માર્ગો ખોલે છે.

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય તકો અને ભવિષ્યમુખી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. Gujarat અને Western Australia વચ્ચેના આ શૈક્ષણિક સહકારથી નવી પેઢી માટે જ્ઞાન, સંશોધન અને નવીનતા ક્ષેત્રે મહત્વપૂર્ણ અવસર સર્જાશે.”

મુલાકાત દરમિયાન બંને તરફથી પરસ્પર સહકાર મજબૂત બનાવવા માટે સકારાત્મક વિચારોની આપલે કરવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *