આજરોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે માન. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરજી, માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓના સંચાલન અને સુચારુ આયોજન માટે વિડીયો કોન્ફરન્સ યોજાઈ.
🔹 વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ:
✅ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકનું આયોજન
✅ પરીક્ષા સંચાલનમાં સુરક્ષા અને ગોપનીયતા માટે ચુસ્ત માર્ગદર્શિકા
✅ વિદ્યાર્થીઓની સંખ્યા, પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અને CCTV મોનિટરિંગ
✅ કાયદો અને વ્યવસ્થાના નિયંત્રણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન
✅ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ નિયંત્રણાત્મક હુકમો
✅ વિદ્યાર્થીઓ માટે બસ વ્યવસ્થાની સુગમતા અને સતત વીજ પુરવઠો…
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પરીક્ષાર્થીઓ માટે નિર્ભય, ગોપનીય અને શિસ્તબદ્ધ પરીક્ષા માહોલ સુનિશ્ચિત કરવા માટે સંકલિત પ્રયાસ કરી રહી છે.