કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકાના વાવડી ગામ ના વતની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા યશ કુમાર પ્રવિણભાઈ પટેલ એ અમદાવાદ ની બી જે મેડીકલ કોલેજમાં એમ બી બી એસ ની ડિગ્રી મેળવ્યા બાદ એમ્સ માં પોસ્ટ ગ્રેજ્યુએટ ના પ્રવેશ માટે ચાલુ વર્ષ 2025 માં inicet (ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટેશન કોમ્બિનેડ એન્ટ્રેન્સ ટેસ્ટ) ની પરીક્ષા આપી.હતુ
જેમાં ભારત ભાર માં 17મી રેન્ક મેળવી એમ્સ પી જી માટે પ્રવેશ મેળવવા ની પરીક્ષા પાસ કરી ભારત ભરના આશરે નેવ્યાશી હજાર એમ બી બી એસ પરીક્ષા પાસ કરેલા ડોક્ટરો એ આ પરીક્ષા માં ભાગ લીધો હતો જેમાં 17માં રેન્ક માં રહી માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજ તેમજ અરવલ્લી જિલ્લો સહિત સમગ્ર ગુજરાત નું ગૌરવ વધાર્યું છે