આજ રોજ કૌશિકભાઈ વેકરીયા હસ્તે નિત્યમ વિદ્યાસંકુલ ખાતે ભવ્ય વૃક્ષા રોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. નિત્યમ વિદ્યાસંકુલના ફાઉન્ડર અને ચેરમેન હસમુખ પટેલના નવ નિર્મિત સંકુલ ખાતે તેમની પર્યાવરણ પ્રત્યેની લાગણી અને જાગૃતતાના પરિણામ સ્વરૂપે ટુંકાગાળામાં ૧૪૦૦ થી પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન જોઇ નાયબ ઉપદંડક કૌશિકભાઈએ હર્ષની લાગણી વ્યકત કરતા સંકુલના બાળકોને અભિનંદન સહ શુભઆશિષ પાઠવ્યા અને પટેલ સાહેબને પણ બાળકોમાં સાચા અર્થની પર્યાવરણ જાગૃતિ જગાડવા બદલ સાચા અર્થમાં કેળવણીકાર તરીકે બિરદાવી શુભેચ્છા પાઠવી.
આ તકે ટ્રસ્ટી, પ્રવિણભાઈ વસરા, હરેશભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ કયાડા પિયુષભાઈ ગોહિલ, ભાવેશભાઈ ગજેરા, મગનભાઈ વસોયા તેમજ આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થી દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી મોટી સંખ્યામાં વૃક્ષો વાવી તેનુ જતન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ માટે ચેરમેન હસમુખ પટેલે તમામને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર અભયરાજસિંહ વાળા