જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, ગાંધીનગર દ્વારા ગોપાલક વિદ્યાસંકુલ -ગાંધીનગર મુકામે તા. 17 માર્ચ થી 20 માર્ચ દરમ્યાન આયોજીત રાજ્યકક્ષાના કલા મહાકુંભ: 2024 -’25માં આણંદ જિલ્લાની ખંભાત તાલુકાની શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ રાલેજની વિદ્યાર્થીની દિવ્યા વિષ્ણુભાઈ વાઘેલા દ્વારા સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં તૃતીય નંબર મેળવી શાળાનું,ગામનું અને જિલ્લાનું નામ રોશન કરેલ છે.
જિલ્લાનું ગૌરવ વધારવા બદલ શ્રી રાલેજ કેળવણી મંડળ-રાલેજના પ્રમુખશ્રી તથા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી આદરણીય શ્રી સંજયભાઈ પટેલ તથા કેળવણી મંડળ પરિવાર અને શાળાના આચાર્યશ્રી ડૉ.કે.એમ.પટેલ તથા શાળા પરિવાર દીકરી દિવ્યા વાઘેલાને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ