પ્રાર્થના સભામાં શ્રીદિલીપભાઈ સાહેબ દ્વારા મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી અમર શહીદ સરદાર ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના જીવનના પરાક્રમ અને બલિદાન વિશે માહિતી આપવામાં આવી.
સાથે જ વિદ્યાર્થીઓમાં શહીદોની વીરતા તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા ઉમદા આશયથી ” શહીદોની શૌર્યગાથા” વિષય પર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શહીદો તેમજ તેમના જીવનની ઐતિહાસિક ઘટનાઓની રજૂઆત કરવામાં આવી.
અંતમા શાળાના આચાર્યશ્રી ડૉ. કે.એમ. પટેલ સાહેબ દ્વારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવવા માટેના સૂચનોથી માહિતગાર કરવામાં આવ્યા.
સાથે જ તમામ વિદ્યાર્થીઓની તેમજ સામાજિક વિજ્ઞાન મંડળ અને એન.એસ.એસ.યુનિટ -રાલેજની કામગીરીને બિરદાવવામાં આવી તેમજ આ વિરાંજલી કાર્યક્રમના સુચારું સંચાલન માટે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યાં.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ