Education

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ .એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલમાં કાર્યરત CWDC અંતર્ગત Makeup: Basic Makeup Knowledge and Types Skin Knowledge વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માર્ગદર્શક શિવાંગિની રાજપૂતે હાલોલ કોલેજની વિદ્યાર્થિની બહેનોને સેલ્ફ મેકઅપ વિશે ગહન જ્ઞાન થિયરી અને પ્રેક્ટિકલ સાથે આપ્યું હતું.

આ કાર્યક્રમના પ્રથમ દિવસના શુભારંભ માં હાલોલ કોલેજના પ્રિ. ડૉ. યશવંત શર્મા સર, CWDC ના કન્વીનર ડો.સુધાબેન પટેલ,કો-કોર્ડીનેટર ડૉ. અમિષાબેન પ્રજાપતિ ,પ્રા. જલ્પાબેન,પ્રા. હિરલબેન ,શ્રીમતી ગાયત્રી બેન રાવલ , માર્ગદર્શક શિવાંગિની રાજપૂત, મોડેલ અંશુ અને એમની ટીમની બહેનો તેમજ કોલેજની વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહી હતી.

પ્રથમ દિવસે શિવાંગિની રાજપૂત મેડમે ચહેરા પર મેકઅપ કરતા પહેલા ચહેરા પર શું વાપરવું ત્યારબાદ મેકઅપ માં આંખો પર કઈ રીતે અને કેવા સ્ટેપથી મેકઅપ કરવો, કઈ સામગ્રી વાપરવી સાથે ગાલ અને બાકીના ચહેરા પર મેકઅપ કરતી વખતે સૌથી પહેલા ક્યા પ્રકારના સ્ટેપ કરવા અને કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો તેનું વિધાર્થિની ઓને માર્ગદર્શન આપ્યું હતું.

શિવાંગિની રાજપૂત પોતાની સાથે લઈને આવેલા મોડેલ અંશુ ના ચહેરા ઉપર મેકઅપ કરતા જઈને પોતાની સુંદર વાણીથી વિધાર્થિનીઓના દિલ જીતી લીધા હતા.મોડેલ અંશુને મેકઅપથી આકર્ષક લુક આપ્યો હતો.કોલેજની વિધાર્થિનીઓએ મોડેલ અંશુ સાથે રેમ્પ વોક અને ફોટોશુટ કર્યું હતું.

બીજા દિવસે નવરાત્રિમાં લઇ શકાય એવી નવરાત્રિ લુકની હેરસ્ટાઇલ શીખવી હતી. કોલેજની વિધાર્થિનીઓને હેરસ્ટાઇલ કરતા જઈને પ્રેક્ટિકલ અને થિયરી સરસ રીતે સમજાવી હતી.

CWDC અંતર્ગત આ બે દિવસ ના કાર્યક્રમમાં CWDC ના કન્વીનર ડૉ. સુધાબેન પટેલ,કો -કોર્ડીનેટર ડૉ. અમિષા બેન પ્રજાપતિ ,પ્રા.જલ્પાબેનમકવાણા, પ્રા. હિરલબેન ઠાકોર તેમજ ગાયત્રી બેન રાવલની આખી ટીમે વર્કશોપનું સુંદર આયોજન કર્યું હતું.

આ વર્કશોપને સફળ બનાવવામાં કોલેજના પ્રિ.ડૉ. યશવંત શર્મા સર, માર્ગદર્શક શિવાંગિની રાજપૂત અને તેમની ટીમ,કોલેજ ના અધ્યાપક મિત્રો, નોન ટીચિંગ સ્ટાફ, સેવક ગણ સૌનો સાથ-સહકાર રહ્યો હતો.

રિપોર્ટર ત્રિશા પટેલ સાથે અંકિતા પારગી વડોદરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સુચના

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *