ઉમરાળા તાલુકાના લીમડા ગામે નવજીવન શાળા ખાતે દાતાઓ દ્વારા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યુ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રેરક ઘટના દાન આપનાર દાતા પરિવારે દાન સ્વીકારનાર સંસ્થાના કાર્યકર્તાઓનું સન્માન કર્યું
સુકર્માં ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના કાર્તિકભાઈ કોઠારી તેમજ શ્રીમતી મધુબેન કોઠારી પરિવાર દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ લીમડા(હનુભાના)સંચાલિત નવજીવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળા નવજીવન કુમાર છાત્રાલય અને નવજીવન ખાનગી પ્રા.શાળાના બિલ્ડિંગના રીનોવેશન અને કલરકામ માટે રું.800000/- આઠ લાખ જેટલી માતબર રકમનું દાન કરવામાં આવેલ જે કામ પૂર્ણ થતાં નવજીવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના પટાંગણમાં દાતાશ્રીઓની “ભવ્યતાની રજ ની રંગીનતાનો સન્માન સમારોહ” યોજવામાં આવ્યો
કાર્યક્રમની શરૂઆતમાં નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અશોકભાઈ જોશી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ ત્યારબાદ મુખ્ય દાતા કાર્તિકભાઈ અને મધુબેન કોઠારીનું ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ કુરજીભાઈ મોતિસરિયા તેમજ પી.એન.આર.સોસાયટી ભાવનગરના ચેરમેન મહાસુખભાઈ ઝકાડીયાનું ટ્રસ્ટી શિવરાજસિંહ ગોહિલ દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ
આ પ્રસંગે લીમડા ગામનું ગૌરવ એવા માનનીય શક્તિસિંહજી ગોહિલ(સાંસદ રાજ્યસભા)અગાઉથી નિર્ધારિત કાર્યક્રમમાં જોડાયેલ હોય ઉપસ્થિત રહી શકેલ નહી પરંતુ દાતાશ્રીઓ અને સૌ માટે તેઓએ પાઠવેલ શુભેચ્છા સંદેશનું વાંચન ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર જગદીશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યુ અન્ય દાતા પરિવારોમાં બીપીનભાઈ માટલિયા જ્યોતિબેન માટલીયા, નીતેશભાઈ દોશી,નીલાબેન દોશી,પ્રવીણભાઈ ભાયાણી, ભાવનાબેન ભાયાણી, નિરંજનભાઈ ભાયાણી,રૂપલબેન શાહ,અમિતભાઈ શાહ, દર્શકભાઈ શાહ તેમજ અન્ય પધારેલ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ
કાર્યક્રમ દરમિયાન રમેશભાઈ જાની દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યુ દાતાશ્રીઓ તરફથી કાર્તિકભાઈ કોઠારી,નીતેશભાઈ દોશી નિરંજનભાઈ ભાયાણી તેમજ હર્ષદભાઈ કોઠારી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા નિરંજનભાઈ ભાયાણી દ્વારા રું.51000ના અનુદાન ની જાહેરાત કરવામાં આવી
આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય પતિ ધર્મવિરસિંહ ગોહિલ,ધનજીભાઈ મોતીસરિયા અને ગામના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની વિશિષ્ટતા એ રહી કે દાન આપનાર દાતાશ્રીઓએ દાન સ્વીકારનાર ટ્રસ્ટ સાથે જોડાયેલ કાર્યકર્તાઓનું મોમેંટો આપી સન્માન કર્યું અંતમાં લીમડા ગામના સરપંચ ના પતિ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આભારવિધિ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસના તમામ વિભાગોના શિક્ષક ભાઈ બહેનોએ ખુબ જહેમત ઉઠાવેલી…..
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા