Education

નિત્યમ વિદ્યા સંકુલ – સહજ સિટી અમરેલી ખાતે ગુરુપૂર્ણિમા કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

આજરોજ તા.20/7/2024 ને શનિવારના રોજ નિત્યમ વિદ્યા સંકુલ – સહજ સિટી અમરેલી ખાતે ગુરુપૂર્ણિમા કાર્યક્રમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં દિપ પ્રાગટ્ય જૂનાગઢના જાણીતા શિક્ષણવિદ પરશોતમભાઈ બરવાડિયા , ફાઉન્ડર ચેરમેન હસમુખ પટેલ , ટ્રસ્ટીશ્રી હરેશભાઈ દેસાઈ તથા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું.

ત્યાર બાદ બાળકોએ પ્રાર્થના કરી કાર્યક્રમ ની શરૂઆત કરી. સૌપ્રથમ 1 thi 6 ni બાળાઓએ નૃત્ય કરી શ્રેષ્ઠ ગુરુનું માર્ગદર્શન પુરુ પાડયું. રાખોલિયા મિત દ્વારા ગીત રજૂ કરવામા આવ્યું. સંગીત અને લય ના તાલ સાથે રજુ કર્યું. ત્યારબાદ અલગ અલગ સ્પીચ દ્વારા ગુરુ મહિમા બતાવવામાં આવ્યો.

અભિનય ગીત દ્વારા ગુરુ મહિમા સમજાવ્યો. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી દ્વારા થયેલ ફેરફારો નાટક કરીને સમજાવ્યા. નૃત્ય દ્વારા ધોરણ 6-7 ના બહેનોએ ગુરુના ચરણોમાં રહેલુ સુખ આપણા જીવનમાં કેટલુ સ્થાન હોવુ જોઈએ.

તે અંગે અવગત કરાવ્યા. તમામ ગુરુજનોનું વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ અક્ષત થી પુંજન કરવામા આવ્યુ. ભારતીય સંસ્કૃતિની સભ્યતાની ઝલક મળી રહે તેવા નૃત્યો , વાર્તા અને ગીતો વિદ્યાર્થીઓએ રજુ કરી સાંપ્રત સમયની જરૂરિયાત મુજબના શિક્ષણની ઝાંખી કરાવી.

ત્યારબાદ શિક્ષણવિદ પરશોતમભાઈ એ પ્રાચીન સમયમાં કૃષ્ણ અને રામ ગુરુ વિશે માર્ગદર્શન આપ્યું અને પ્રાચીન સમયની પદ્ધતિની અને અત્યારની પદ્ધતિમાં જે ફેરફારો થયા છે. જેનાં લીધે ગુરુનું મહત્વ પહેલા જેટલું નથી. તે બાબતે ચર્ચા કરી.

ત્યારબાદ શિક્ષકશ્રી ભગવાન સરે ટૂંકમાં પણ ખૂબ ઉપયોગી ગુરુપૂર્ણિમા નું મહત્ત્વ બતાવ્યું. ત્યારબાદ વસુંધરા મેડમે ગીતના શબ્દો દ્વારા ગુરુ મહિમા સમજાવ્યો. અંતમાં સંસ્થાના ચેરમેન હસમુખ પટેલે પોતાનું માનનીય ઉદબોધન આપી શુભેચ્છા પાઠવી. અંતમાં હરેશભાઈ દેસાઈએ આવેલ અતિથિનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. આ તકે ડૉ. જીગ્નેશભાઈ ક્યા , ભાવેશભાઈ ગજેરા , ધીરુભાઈ સોજિત્રા સહિત શિક્ષક ગણ હાજર રહ્યા.

રિપોર્ટ અભયરાજસિંહ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સુચના

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *