શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ‘સોરવી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાયેલા આ ગરિમામય કાર્યક્રમમાં શિક્ષણ જગતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને GCERT ના સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લીલાબેન ને સોરવી પ્રતિભા પુરસ્કાર એનાયત શિક્ષણ વિભાગ GCERT નાં સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘સોરવી યુવા તેજપદક પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. GCERT ના સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબે એવોર્ડ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા પુરસ્કારોથી શિક્ષણ જગતમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે.
સોરવી ચેરીટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને શિક્ષણ જગત અને સમાજના ઉત્થાન માટે એક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પદાધિકારીઓએ તમામ મહેમાનો અને એવોર્ડ વિજેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સોરવી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી તેજસભાઈ શાહ અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જે મહાનુભાવો એ પોતાનું સમયદાન આપેલ સર્વે નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.
















