ગુજરાતી સંસ્કૃતિમાં ‘દાન’નું વિશેષ મહત્વ છે, અને એમાં પણ ‘શિક્ષણ દાન’ ને સર્વોપરી માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ, સમય કે જ્ઞાનનો ઉપયોગ સમાજમાં શિક્ષણના પ્રસાર માટે કરે છે, ત્યારે તેમને ‘શિક્ષણ દાનવીર’ કહેવામાં આવે છે.
ધારીના ભામાશા અને મૂળ ધારીના વતની રમેશભાઈ દામાણી દ્વારા આજરોજ ધારી મધ્યે પ્લોટ શાળા નવી બનાવવામાં માટે સ્થળ પર ભૂમિપૂજન કરવામાં આવ્યું.
એમ્પોથી ફાઉન્ડેશન ના સીઈઓ શ્રી સુંદરન ઇન્શ્વરન અને તેમની ટીમ આજરોજ બ્રિજ કન્સ્ટ્રશનના માલિક શ્રીકાળુભાઈ લીંબાસીયા દ્વારા પ્લોટ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ નવનિર્માણ પામશે.ધારીના પનોતા પુત્ર શ્રી રમેશભાઈ દામાણી દ્વારા સુખ્યાત શ્રી જી.એન.દામાણી હાઇસ્કુલ તથા શ્રી એસ.એન.દામાણી પ્રાથમિક શાળાનું અધ્યતન બિલ્ડિંગ અગાઉ બનાવી આપેલ છે જેમાં પ્રાથમિક હાઇસ્કુલ ના કુલ બાર સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શિક્ષણ ક્ષેત્રે આવા ઉમદા કાર્યમાં દાન આપી ધારીના મધ્યમ વર્ગના બાળકોને સારા વાતાવરણમાં શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એવું અદ્ભુત કામ દામાણી પરિવારે કરી આપ્યું છે.
આજના ભૂમિપૂજન કાર્યક્રમમાં ધાર્મિક વિધિ અનુસાર સુંદર કાર્યક્રમ શરૂ થયો જેમાં જૈન અગ્રણી ભરતભાઈ શેઠ,નલીનભાઇ બજરીયા,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીતુભાઈ જોશી,મહિલા કોલેજ ના આચાર્ય શ્રીરાજુભાઈ દવે,જી.એન.દામાણી હાઇસ્કુલ પ્રિન્સિપાલ શ્રી માનસિંહ બારડ,એસ.એન.દામાણી આચાર્યશ્રી અતુલભાઈ સલખના,પ્લોટ શાળાનો સમગ્ર સ્ટાફ,ધારીના અગ્રગણ્ય લોકો,સારસ્વત મિત્રો,વાલી ગણ તેમજ મીડિયા કર્મી મિત્રોની ઉપસ્થિતિમાં ખૂબ ઉમદા કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.
શિક્ષણ દાનનો મહિમાકહેવાય છે કે “વિદ્યા દાન એ મહાદાન છે.” અન્ય દાન ક્ષણિક તૃપ્તિ આપે છે, પરંતુ શિક્ષણનું દાન વ્યક્તિને આજીવન પગભર બનાવે છે. એક શિક્ષણ દાનવીર માત્ર એક બાળકને જ નહીં, પણ તેની આવનારી પેઢીઓને અંધકારમાંથી બહાર લાવે છે.જાણીતા શિક્ષણ દાનવીરો
ભારત અને ગુજરાતમાં એવા અનેક મહાનુભાવો થયા છે જેમણે શિક્ષણ પાછળ પોતાની મિલકતો ન્યોછાવર કરી દીધી છે.
જ્યારે સમાજમાં દાનવીરો આગળ આવે છે ત્યારે ગરીબમાં ગરીબ બાળક પણ ડોક્ટર, એન્જિનિયર કે કલેક્ટર બનવાનું સપનું જોઈ શકે છે.શિક્ષણ દાનવીર એ સમાજના સાચા ઘડવૈયા છે. તેઓ જ્ઞાનનો દીવો પ્રગટાવીને અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે.
આ ભૂમિપૂજન દ્વારા સરસ્વતી મંદિરના નિર્માણ કાર્યમાં શ્રી ભરતભાઈ શેઠ,પ્રિન્સિપાલ શ્રી માનસિંહ બારડ,કોલેજ પ્રિન્સિપાલ શ્રી દવે સાહેબ અને સીઈઓ શ્રી સુંદર ઇશ્વરને શિક્ષણ ક્ષેત્રે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને રમેશભાઈ દામાણી ના ઉમદા કાર્યને બિરદાવી વતનનું ઋણ અદા કરતા દાનવીરને ભગવાન જિનેન્દ્ર ઊર્જાવાન રાખે એવી ભાવના વ્યક્ત કરી છે.
રિપોટર ટીનુભાઈ લલિયા ધારી
















