એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં 26મી જાન્યુઆરી અંતર્ગત આયોજિત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયું હતું.
જેમાં કલ્યાણપુરા પ્રા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, મોબાઈલ બુરી બલા ના ગીત પર ધો. 3,4,5 ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી મોબાઈલના વધુ ઉપયોગથી થતું નુકશાન સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો
જે ડાન્સ જોઈ કાર્યક્રમ નિહાળવા આવેલ સમસ્ત ગ્રામજનોએ નોંધ લઇ પ્રેરણારૂપ બનેલ શાળાના બાળકોને બિરદાવ્યા હતા.શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ધો. 6,7,8 ના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર નાટક ભજવી વ્યશન મુક્તિ અંગે નાટક દ્વારા લોકોને સમજાવી વ્યસ્ન મુક્ત બનવા પ્રેરણા આપી હતી. તેમજ વ્યશન થી થતાં નુકશાન ને સારી રીતે અને ટૂંકમાં નાટક પાત્રની અંદર લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કલ્યાણપુરા પ્રા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સાંસ્કૃતિક, લોકગીત, દેશ ભક્તિ ગીત અને દેશ ભક્તિ ના ગીત પર શાળાના બાળકોએ ડાન્સ કર્યો હતો.ત્યારબાદ ધો. 5 અને ધો.7 ના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર શાળાના બાળકો દ્વારા નાટ્ય સ્વરૂપે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નો રોલ ભજવી હાસ્ય ની એક ઝલક બતાવી હતી.
આમ, કલ્યાણપુરા પ્રા. શાળા પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા ધોરણ. 4 થી લઈને ધો.10 સુધીના તમામ ધોરણ ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત મોટી શંખ્યામાં શાળા પરિવાર,ગ્રામજનો અને દેવપુરા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.અને કાર્યક્રમ ના અંતે કલ્યાણપુરા ગ્રામજનો દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરતા યોગ્ય દાન આપી શાળાના અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં સહયોગ આપ્યો હતો.
શાળાના નાના ભૂલકાઓ સહીત વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લીધો:- કલ્યાણપુરા પ્રા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બાળવાટિકા થી લઈને ધો. 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ ભજવ્યો હતો. જેમાં નીચે મુજબના કાર્યક્રમ અંતર્ગત ગીત, ડાન્સ, નાટક ભજવવામાં આવ્યા હતા.
સ્વાગત ગીત સુસ્વાગત્મ સુસ્વાગત્મ ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ, ડાન્સ- પાપા મેરે પાપા..ધોરણ 1 બાળવાટિકા અને ડાન્સ..મોબાઈલ બૂરી બલા.. ધોરણ 3 4 5 ના વિદ્યાર્થીઓ, ડાન્સ..રણછોડ રંગીલા..ધોરણ 5 8ના વિદ્યાર્થીઓ,નાટક માઈમા ધોરણ 9 10, ડાન્સ..છોગાળા તારા..
ધોરણ 8, નાટક.જીવીમાં ધોરણ 7, ડાન્સ..મૈં ને પાયલ હે છનકાઈ..ધોરણ 9 10, નાટક.ગૂંદરીયા મહેમાન..ધોરણ 7, ડાન્સ..રીબીન ડાન્સ..ધોરણ 4, ડાન્સ..રંગીલો મારો ઢોલના..ધોરણ 8, નાટક..વ્યસન મુક્તિ…ધોરણ 6 7 8, ડાન્સ..માટલાં ઉપર માટલું..ધોરણ 4, ડાન્સ..દિલ્લી હોયકે મુંબઈ..ધોરણ 9 10, ડાન્સ..તારક મહેતા કા ઉલટા ચશ્મા..ધોરણ 5 7, ડાન્સ..ચિટિયા કલાઇયાં વે..ધોરણ 4, ડાન્સ..દેશ ભક્તિ ગીત..ધોરણ 9 10ના વિદ્યાર્થીઓ અને ઊડીઊડી જાય ડાન્સ ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.