પુણાગામ , શારદા વિદ્યામંદિર સંકુલમાં આજરોજ શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. દરેક બાળકમાં શિક્ષક બનવાનો ઉત્સાહ ખૂબ જ જણાઈ રહ્યો હતો.
અને બાળકો ખુબ જ આનંદ ઉલ્લાસ સાથે શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા હતા. અને બાળકો પણ ખૂબ જ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા. આજના આ પાવન પર્વ પર એક દિવસના જે શિક્ષક બન્યા હતા તે શિક્ષક મિત્રોએ ખૂબ જ સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી હતી.
અને આ કાર્ય છ તાસ દરમિયાન ચાલ્યું હતું અને બે તાસ દરમિયાન બાળ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી લાલજી સર , bank of baroda ના મેનેજર શ્રી સંદીપભાઈ, શાળાના આચાર્યશ્રી બીનાબેન પરમાર, તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને એક દિવસના જે શિક્ષક મિત્રો બન્યા હતા તે સૌ મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ આજે જે આચાર્યશ્રીની ભૂમિકા ભજવી હતી તેવા આચાર્યશ્રી ભૂમિ બેને પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમજ bank of baroda ના મેનેજર શ્રી સંદીપ સરે પણ પોતાના મંતવ્યો શાળા પરિવારને સમક્ષ રજૂ કર્યા હતા. અને અંતે જે એક દિવસના શિક્ષક બન્યા હતા તેવા શિક્ષક મિત્રોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
અને આજના આ કાર્યક્રમમાં બેસ્ટ ટીચર, બેસ્ટ સ્ટુડન્ટ, નો એવોર્ડ પણ શિક્ષક મિત્રો, અને વિદ્યાર્થીઓને લાલજી સર અને bank of baroda ના મેનેજર શ્રી સંદીપ સરના હસ્તકે આપવામાં આવ્યો હતો. અને અંતે લાલજી સરે આચાર્યશ્રીને ટ્રોફી આપી સન્માન પણ કર્યું હતું. અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ સર્વ શિક્ષકોને ટ્રોફી આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને અંતે શાળાના શિક્ષિકા બહેન તેજલ બેન પટેલે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહિતી કરી હતી…..
રિપોર્ટર અંકિતા પારગી સાથે ત્રિશા પટેલ વડોદરા