ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લા પ્રમુખ તરીકે તથા ઓરિસ્સા (ભુવનેશ્વર ) NALCO ના ડિરેક્ટર પદે ફરીવાર રાલેજના વતની આદરણીયશ્રી શ્રી સંજયભાઈ રમણભાઈ પટેલ સાહેબની પસંદગી….
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક ( આચાર્ય): ૨૦૨૫ નો એવૉર્ડ્સ પ્રાપ્ત કરનાર ડૉ.કમલેશભાઈ મણીભાઈ પટેલ સાહેબ…

આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ અને SSA દ્વારા ખંભાત તાલુકાની વર્ષ ૨૦૨૫- ૨૬ માટે શ્રેષ્ઠ સક્ષમ & સ્વચ્છ શાળા નો એવોર્ડ મેળવનાર શ્રી રાલેજ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કિરીટભાઈ શનાભાઈ પટેલ….
માધવ ચેરિટેબલ ટ્રસ્ટ- કપડવંજ અને અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા પર્યાવરણ સંરક્ષક એવોર્ડ: ૨૦૨૫ એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરનાર શ્રી દિપકભાઈ રાવજીભાઈ પટેલ ….
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના વર્ષ ૨૦૨૫- ૨૬ માટે શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ્સ પ્રાપ્ત કરનાર રાલેજના વતની અને લુણેજ હાઈસ્કૂલના શિક્ષક શ્રી વિનોદભાઈ કાંતિભાઈ સલાટ…
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આરોગ્ય કક્ષાએ ઉત્તમ કામગીરી કરવા બદલ _શ્રેષ્ઠ કામગીરી એવૉર્ડ:૨૦૨૫ પ્રાપ્ત કરનાર રાલેજના વતની શ્રી અલ્પેશભાઈ કનુભાઈ રબારી…
રાલેજ ગામની મોહન ફળી આંગણવાડીને વર્ષ ૨૦૨૫-૨૬ની “સ્વચ્છ આંગણવાડી પુરસ્કાર- ૨૦૨૫”થી સન્માનિત. ખરેખર, વર્ષ ૨૦૨૫ રાલેજ ગામ માટે ખૂબ જ ગૌરવશાળી રહ્યું…
રિપોટર પૂજા રાઠવા આણંદ
















