છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩ મંજૂર મહેકમ સામે ૨૯ જગ્યાઓ ભરાયેલી
છોટાઉદેપુર જિલ્લાની ગ્રાન્ટેટ કોલેજોમાં આચાર્યની ૦૩,અધ્યાપકોની ૫૫ જગ્યાઓ ભરાયેલી
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ સંવર્ગની વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ સમયાનુસાર ભરતી કરાય છે, અને બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું અમારૂ આયોજન છે.
વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં મંજૂર મહેકમના પ્રશ્નના પ્રત્યુંત્તરમાં મંત્રીશ્રી એ કહ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩ મંજૂર મહેકમ સામે ૨૯ જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૧૪ ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની ૪ મંજૂર મહેકમ માંથી ૩ ભરાયેલી છે, જ્યારે ૧ જગ્યા ખાલી છે, તેમજ વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ૫૭ અધ્યાપકોની સંખ્યા મંજૂર કરવામાં આવી હતી જેમાંથી ૫૫ જગ્યા ભરવામાં આવી છે અને જ્યારે ૦૨ જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.