Education

વાઘડાચા આશ્રમશાળામાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા સંચાલીત શ્રી હરિસિંહ ચેલાજી બારડ આશ્રમશાળા વાઘડાચામા સંસ્થાના પ્રમુખ એલ કે બારડ ની પ્રેરણા થી વાઘડાચા આશ્રમશાળામાં તારીખ 20/7/2024 ના શનિવારના રોજ ગુરુપર્ણીમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા પ્રાથમીક વિભાગના આચાર્ય જનકસીંહ ગોહીલ તથા માધ્યમીક વિભાગના આચાર્ય અજયકુમાર સમગ્ર સ્ટાફ સાથે ઉત્સાહપૂર્વક જોડાયા.

મંડળના પ્રતિનિધિ તરફે શ્રવણસિંહ વી બારડ હાજર રહ્યા અને પ્રવુતિમાં જોડાયેલ તમામ બાળકોને પ્રોત્સાહીત ઇનામ પણ આપ્યા.ગુરુવંદના અને ગુરુપૂજા સાથે ભજન અને વક્તવ્ય દ્વારા સમગ્ર પરીસર ગુરુભક્તિ મા લીન બન્યું.રંજનબેન રાણા અને ડો. એન ડી ગઢીયા દ્વારા સુચારુ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.ગોળ ધાણા અને મીઠાઈની પણ વહેંચણી કરવામાં આવી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

એબીએનએસ, પાટણ : પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની…

પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સુચના

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *