Election

અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમા 65.41 ટકા જેટલું મતદાન

બંને સરપંચ ઉમેદવારોએ જીતના દાવા કર્યા,25 જૂને પરિણામ

ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી અંબાજીમાં રવિવારે મતદાન યોજાયું.હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હોવા છતાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો.દાંતા તાલુકામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તેમ છતાંય મતદારો મત આપવા આવ્યા હતા. અંબાજી ખાતે મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું.

દાંતા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદી વાતાવરણ વચ્ચે પણ અંબાજીના વિવિધ મતદાન કેન્દ્રો પર મતદારોની સારી હાજરી જોવા મળી હતી.જૂની કોલેજ મતદાન કેન્દ્ર બહાર વરસાદી પાણી ભરાયા હોવા છતાં મતદારોએ લોકશાહી પર્વ માટે મતદાન કર્યું.

:_ બંને ઉમેદવારોએ વોટ આપ્યો, જીતના દાવા કર્યા :_

સરપંચ પદના મહિલા ઉમેદવાર ગીતાબેન અગ્રવાલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા વિક્ટરી સાઇન બતાવી.

બીજી તરફ કલ્પનાબેન દવે એ પણ પોતાના પરિવાર સાથે મત આપીને મતદારોનો આભાર માન્યો. બંને ઉમેદવારોએ જીતના દાવા કર્યા. 25જુનના રોજ પરીણામ જાહેર થશે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પરિવાર સાથે ભર્યું ફોર્મ…

રાધનપુર. એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની…

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *