અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે. આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં અંબાજી ગ્રામ પંચાયત ના તમામ વોર્ડના પરિણામો પણ આવ્યા હતા.
જેમાં વિવિધ સભ્યો વિજેતા બન્યા હતા. અંબાજી ગ્રામ પંચાયતની સરપંચની સીટ માટે બે મહિલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી બાદ 500 કરતાં વધારે વોટ થી કલ્પનાબેન દવે વિજેતા થયા હતા.
દાંતા સર ભવાનીસિંહ હાઇસ્કુલ ખાતે સવારે 9 વાગે થી મત ગણતરી શરૂ થઈ હતી.બેલેટ પેપરથી પરિણામ જાહેર થવાનું હોઈ પરિણામ આવવામા ઘણી વાર લાગી હતી.4 વાગ્યા બાદ સરપંચ સીટ માટે મત ગણતરી શરૂ થઈ હતી અને સાંજે પરિણામ જાહેર થઈ ગયું હતું.
અંબાજીની બે મહિલા ઉમેદવાર વચ્ચે સ્પર્ધા હતી જેમાં કલ્પનાબેન દવે વિજેતા થતા દાંતા ખાતે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને દાંતા થી અંબાજી સુધી વિજય સરઘસ નીકળ્યું હતું.
કલ્પનાબેન દવે દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડીજે, ઢોલ, ગુલાલ સાથે સૌથી મોટો વિજય સરઘસ આજે અંબાજીના બજારમાં જોવા મળ્યો હતો. અંબાજીના મતદારોએ પરિવર્તન પસંદ કર્યું હતું અને ટેબલ વિજેતા બન્યુ હતુ.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી