BAPS સ્વામિનારાયણ મંદિર દશાબ્દિ મહોત્સવ- મહુવા ઉપક્રમે
રવિવાર અને તારીખ 10 /3/ 2024 ના રોજ યોજવામાં આવેલ બાળ રમતોત્સવ માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન દ્વારા મહુવાશહેર તથા , રાજુલા , ઉના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો ની સંખ્યામાં ઉમટેલા બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત અને જીવન બોધપાઠ આપતા પ્લોટ, રમત ગમત, જમ્પિંગ ,જાદુના ખેલ, કરામત કસરત જેવી વિવિધ રમતો જેવી કે જેમાં બાસ્કેટબોલ ,બેલેન્સ બોલ , તપ નું ફળ, પઝલ્સ.વગેરે.,વગેરે રમતો દ્વારા હજારોની સંખ્યામાં બાલ બાલિકાઓ એ ભાગ લીધો હતો,
ઇનામો પ્રાપ્ત કર્યા હતા અને જીવન ઉત્કર્ષ થાય તે માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. તેમજ આજની મહુવા મંદિર ખાતે યોજાયેલી રવિસભામાં સારંગપુર થી પધારેલા પૂજ્ય ભક્તિસાગર સ્વામી કે જેવો 14 વિષયમાં M.A. થયેલા છે અને જેમાંથી 9 જેટલા વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે આવા વિદ્વાન સંતના મુખે મારુ મંદિર મારી ભક્તિ વિષયક પ્રવચનનો લાભ પણ મહુવા બીએપીએસ રવિ સભામાં હરિભક્તોને પ્રાપ્ત થયેલ હતો અંતમાં દરેક હરિભક્તો સ્વામિનારાયણ ખીચડી ના પ્રસાદ લઈ છુટા પડ્યા હતા.
આવી રીતે વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તથા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મહુવા સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત અવારનવાર સામાજિક, શૈક્ષણિક તથા અધ્યાત્મિક કાર્યક્રમ ની ઉજવણી થતી રહેતી હોય છે