જામનગર, સંજીવ રાજપૂત: સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી.
જામનગર લાખોટા તળાવ, પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ, વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં નિકુંજ વસોયા, ઊર્મિલ ઝવેરી, પ્રિયંકા પટેલ, હેડ્રીક હેરી, લલીત જોશી, પરાગ વોરા, સતીશચંદ્ર વ્યાસ, આર જે માહી, નિકુંજ વાઘેલા, જ્હાન્વી પટેલ, શૈલી ગજ્જર, સામતભાઈ બેલા, ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, પ્રાંત અધિકારી પી.બી. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, આસિસ્ટન્ટ કમિશનર બી. એન. જાની, સ્વીપ નોડેલ અધિકરી બી. એન વિડજા, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.