Election

જામજોધપુરવાસીઓએ અદભુત ઉત્સાહ સાથે હાલારની દીકરીનું કર્યું ભવ્ય સ્વાગત

જામનગર, સંજીવ રાજપૂત: લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. જામજોધપુર માં યોજાઈ ભવ્ય રેલી. રેલી બાદ જનસમુદાયને સંબોધતા પૂનમબેન માડમએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી ની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે.

પંથકના સૌ નાગરિકોએ “મોદીની ગેરન્ટી” માં અપ્રતિમ વિશ્વાશ દાખવી, પ્રચંડ જનસમર્થન ની કટિબદ્ધતા વ્યક્ત કરી. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુર વાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનાર પ્રતીત થયા.

જામજોધપુર મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો. વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થા દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવ્યું, ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પછી પ્રચંડ જનમેદની સાથે સભા યોજાઈ.

આ તબ્બકે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેસકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે ટી ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લાપંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચાના પદાહિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

જામનગરમાં જામ સાહેબની હાલારી પાઘડી પહેરી વિજયી ભવના આશીર્વાદ સાથે પૂનમબેનને જીતાડવા અપીલ કરતા પીએમ

જામનગર, સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર ખાતે ભવ્ય સભા…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *