Entertainment

ભાવનગર ખાતે આયોજિત લોકગીતની મેગાફાઇનલ કાર્યક્રમમાં હરદેવસિંહ વાળાની સિદ્ધિ

સિદ્ધિ આવકાર
અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગ્રુપ દ્વારા જિલ્લા કક્ષાએ લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગરના 115 જેટલા લોક ગાયકોએ ભાગ લીધો હતો.જેનો મેગા ફાઇનલ કાર્યક્રમ તારીખ-27/3/2022 ના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં રાખવામાં આવ્યો હતો.જેમાં તળાજાના ત્રાપજ ગામના હરદેવસિંહ વાળા એ કસુંબીનો રંગ ગીતની રજુઆત કરી હતી.આ સ્પર્ધા A.B.C એમ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી.જેમાં B વિભાગમાં હરદેવસિંહ વાળાની શ્રેષ્ઠ લોક સ્વરમાં પ્રથમ ક્રમાંકે પસંદગી થઈ હતી.અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો હસ્તે મોમેન્ટ આપી સન્માન થયું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી લાભુભાઈ સોનાણી,લોક લોકગાયિક રાજશ્રીબેન પરમાર અને અમૂલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ઉત્તમ રજુઆત કરનાર લોક ગાયકોને 30 જેટલા ઇનામો પણ આપવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *