Breaking NewsEntertainment

મહારાષ્ટ્ર ની મુંબઈ નગરી થી પોતાનું કરિયર નું શરૂવાત કરી પોતાની ટેલેન્ટ થી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માં અભિનેત્રી તરીકે ની પ્રસિદ્ધિ મેળવી : જુગનું મોદી ગાંધી

જુગનું મોદી ગાંધી ભરૂચના વતની પણ મુંબઈમાં તેમનો જન્મ થયો પરંતુ ત્યારબાદ ગુજરાતના મહેસાણા શહેરમાં એમનું બચપન પસાર થયુ અભ્યાસ પણ તેમણે મહેસાણા શહેરમાં પૂરું કર્યું માતા પિતા ની લાડકી દીકરી અને ભાઇની લાડકી બહેન હોવાની સાથે એક સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા જુગનું મોદી ગાંધી ખૂબ જ લાડકોડથી અને એશો આરામથી તેમનો ઉછેર થયો
જુગનું મોદી ગાંધીએ૧૯૯૨ માં મિસ મહેસાણા ની પ્રતિયોગિતા જીતી ને પ્રસિદ્ધિ મેળવી હતી ત્યારબાદ ગુજરાતી સીરીયલ અને એડ ફિલ્મોમાં મોડલિંગ કરીને પોતાના કેરિયરની શરૂઆત કરી ગુજરાતી સીરીયલ માં ઉલ્લેખનીય એવી સીરીયલ “પ્રણય પંખ”અને “ફફડાટ” જેવી સીરિયલ્સમાં કામ કર્યું
૧૯૯૩ માં jugnu મોદી ગાંધી ના લગ્ન મુંબઈના એક સુખી-સંપન્ન પરિવાર માં થયા લગ્ન પછી બે સંતાન ના માતા બન્યા એક ગૃહિણી, પત્ની, માતાની જવાબદારી બહુ સફળતાપૂર્વક નિભાવતા કીટી પાર્ટી, હરવું-ફરવું અને મોજ મસ્તીમાં તેમની લાઈફ પસાર થઇ રહી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કરવું તો હતું જ આ ફિલ્મમાં કામ કરવાની ઝંખના સતત   ઘુમરાતી હતી લગ્નજીવનમાં એક્ટિંગની દુનિયા સાવ ખોવાઈ ગયેલી


લગ્નના 25 વર્ષ પછી અને 45 ની  વયે પહોંચી 24 અને 18 વર્ષના બે દીકરા તેમના સપના પુરા કરવા લાગ્યા એટલે જુગનું મોદી ગાંધીએ પણ જૂના સપનાઓ પરથી ધૂળ ખંખેરીને નવેસરથી જીવનને એક અવસર આપવાની શરૂઆત કરી અને જ્યારે પ્રારંભ ધમાકેદાર હોય ત્યારે સપનાઓની ક્ષિતિજો વિસ્તરે છે 2019 માં મિસિસ માટે બ્યૂટી કોન્ટેસ્ટમાં પાર્ટીસિપેટ કરી કેરિયરની શરૂઆત કરી ત્રણ મહિના ના ટૂંકાગાળામાં પાંચ બ્યુટી પેજન્ટ ના ટાઇટલ અને બે બ્યુટી પેજન્ટ નાં વિનર બન્યા


“અપ્સરા મહારાષ્ટ્ર “અને “ઓરિએન્ટ ફેશન આઇકોન ” જુગ્નું મોદી ગાંધી નું કહેવું છે કે કોઈ મુકામ પર પહોંચવા ઉંમર ક્યારેય નથી નડતી હવે કઈ રીતે આગળ વધવું છે એ વિશે પણ સ્પષ્ટ છે એમનું એવું કહ્યું છે કે હવે મારે એક્ટિંગ તરફ આગળ વધવું છે ખાસ કરીને ગુજરાતી ફિલ્મો ,હિન્દી સિરીયલ, વેબ સીરીઝ માં કામ કરવાની તેમની ઇચ્છા છે અને નસીબ એ પણ એમનો સાથ આપ્યો અને એમને “યશરાજ પ્રોડક્શન”ની ફિલ્મ “જયેશભાઈ જોરદાર “અને “N B A એન્ટરપ્રાઇઝ “ની ફિલ્મ ”  kabaad the coin ” માં  કામ કરવાનો મોકો મળ્યો
તે ઉપરાંત હિન્દી સિરીયલ” મણિબેન ડોટ કોમ”,” હમારી દેવરાની”, “સજન રે જૂઠ મત બોલો”  અને “ભાખરવડી”
જેવી સિરિયલોમાં કામ કર્યું
હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં નાની પરંતુ નોટિસ થાય એવી ભૂમિકાઓ ભજવી સાત બ્યુટી પેજન્ટ વિનર બન્યા પછી ન્યૂઝપેપરમાં ઘણા બધા આર્ટીકલ છપાયા પછી પણ એમને જેવી જોઈએ એવી સફળતા મળી નહોતી રહી એટલે જુગનું મોદી ગાંધીએ બોલ્ડ કોન્સેપ્ટ કરવાનું નક્કી કર્યું અને બહુ જલદી એમને “રમણીકભાઈ ચારોલીયા” ની youtube ની” મૂવી ચેનલ “માં શોર્ટ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો અને રાતોરાત એક્ સિતારા ની જેમ ચમકી ગયા અને હવે બહુ જલદી એમની એક bold web series “સૌરભ ભારદ્વાજ પ્રોડક્શન”ની “કામ દેવી “માં લીડ રોલમાં દેખાશે


જુગનું મોદી ગાંધી નું કહેવું છે મને બોર્ડ કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી એમનું કહેવું છે કે મેં એવું ક્યારે પણ વિચાર્યું નથી કે મારી 45 ની ઉંમર છે, કે પછી મારા દીકરા 24 અને 18 વર્ષના છે કે પછી મારા લગ્નને 25 વર્ષ થઇ ગયા છે તો એવું કોઈ કાર્ય નથી કે મારાથી નહીં થાય બોલ્ડ કામ કરવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી કે મારી ફેમિલી ને જગનું મોદી ગાંધી નું કહેવું છે કે 45 વર્ષની ઉંમરે પણ મારું ફિગર મારી બ્યુટી એવી છે કે અઢાર-વીસ વર્ષની છોકરીઓને પણ શરમાવે”ઘૂંઘટ મેં મુખડે કો ક્યુ મે છુપાવવું રૂપ દિયા રામનેતો ક્યુ ન દેખાવું”
જુગનું મોદી ગાંધી નું કહેવાનું છે કે હજુ મારે સૌરાષ્ટ્ર થી મહારાષ્ટ્ર સુધી ની સફર બાકી છે યોટ્યૂબ થી ફિલ્મ સુધી ની સફર બાકી છે

જુગનું મોદી ગાંધી એ જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ અને પેપર માં પોતાનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું આ ઇન્ટરવ્યૂ માં ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા અને યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ તરફથી શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 379

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *