Entertainment

અંતરની એક વાત…. સહકારની અપેક્ષા સહ…

મિત્રો આજે એક અંતરની વાત કરવી છે.. આમ તો આપ સૌ મારી સેવાકીય પ્રવૃત્તિથી જાણકાર જ છો.. ફૂલ નહિ તો ફૂલની પાંખડી મારી પાસે હોય તેટલી મદદ તો હું કરી જાણું છું.

  પણ હવે એક સત્કાર્ય માટે મારે તમારા બધાની પણ ક્યાંક ને ક્યાંક જરૂર છે. મેં હમણાં જ થોડા દિવસ પહેલાં પોસ્ટ મુકેલી હું કેનાયો ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છું અને તે ફાઉન્ડેશન જરૂરિયાતમંદ લોકોનુ બેલી બન્યું છે.પોસ્ટ મુક્યા પછી ઘણા લોકો એ મને કહેલું કે બેન કોઈ આર્થિક સહયોગની જરૂર હોય તો કહેજો. મિત્રો ફાઉન્ડેશન ના દરેક સભ્યો યુવાધન છે..

સારી પોસ્ટ પર ફરજ બજાવે છે છતાં પણ અત્યારના ઝડપી અને વ્યસ્ત બની ગયેલા સમયમાંથી પણ સમય કાઢીને લોકી ને અનાજ, કપડાં, ખોરાક, મોટો  તહેવાર હોય તો તહેવાર મુજબ ચીજવસ્તુઓ પહોંચાડવાનું કાર્ય કરે છે.

પહેલાં કેનાયોના સભ્યો ફૂટપાથ પર ગરીબ બાળકોને શિક્ષણ આપતા હતા અને હવે એક ડગલું આગળ વધતા કેનાયો એ  ગરીબ બાળકો ફ્રી માં કોમ્યુટર શીખી શકે તે માટે ઓફીસ પણ ખોલી છે.. ઓફિસમાં અમુક વસ્તુની જરૂરિયાત માટે આપ સૌની ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જરૂરી છે . જે 50 ,100 કે 1000 જેટલી આપની યથાશક્તિ આપ દાન કરી શકો તો આપ પણ ક્યાંક પુણ્યના ભાગીદાર થઇ શકશો..

મિત્રો 50 કે 100 રૂપિયાનો નાસ્તો તો આપણે ઉભા ઉભા ખાઈ જઈએ છીએ. કોઈ વિદ્યાદાન મેળવીને આગળ વધી રહ્યું છે તો તેમાં ક્યાંક ને ક્યાંક કોઈકના વિકાસમાં સહભાગી થઈએ..અને જો કદાચ કોઈ કારણસર આપ ના આપી શકો તો અન્યને આ મેસેજ જરૂર પહોંચાડજો એવી મારી સૌને નમ્ર વિનંતી છે.

આપે મોકલેલી રકમની રસીદ અને ઉપયોગમાં લાવવામાં આવેલી વસ્તુઓની જાણકારી મોકલવાની જવાબદારી હું લઉં છું..આ સંદર્ભે પોસ્ટ કરતી રહીશ…

સૂચિતા ભટ્ટ “કલ્પનાનાસુર”

Gpay No: 9998999478

*Bank Account Details*
Bank name: Bank of Baroda (jawahar chowk)
Name: KENAYO FOUNDATION
Account number: 72530100024255
IFSC code: BARB0DBSABA (fifth character is zero)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *