સમગ્ર એવોર્ડ શો નું તાલ મ્યુઝીક, વી.એસ નેશનલ તથા જાણીતા પત્રકાર દેવેન્દ્ર ખન્ના દ્વારા કરવામાં આવ્યું હતું
બોલિવૂડ સંગીત ની દુનિયા ના દિગ્ગજ સંગીતકારો ડાન્સર એક્ટ્રેસ રાઈટર સોંગ મોડેલ એક્ટ્રેસ સહિત રાઈટર પત્રકારોનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું
આ એવોર્ડ શો મુંબઈ ના અંધેરી માં યોજાયો હતો આ એવોર્ડ શોનું દિપ પ્રાગટય તથા આવનારા તમામ મહેમાનો નું કુમ કુમ તિલક સાથે સ્વાગત કરી એવોર્ડ શોની શરુઆત કરવામાં આવી હતી મુખ્ય મહેમાનો મા લિજેન્ડ મ્યુઝિક મેસ્ટ્રો સ્વ. લક્ષ્મીકાંત જી , મ્યુજીશિયન કીશોર સોઢાજી, ફિલ્મ દુનિયા રાજા બાબુ ગોવિંદ ના બહેન લિજેન્ડ સંગીતકાર કામીની ખન્ના, ગીતકાર સુધાકર શર્મા , સંગીતકાર દિલિપ શેન , મેક અપ આર્ટિસ શેર બહાદુર સિંગ , અરેજર સંગીતકાર તથા શો આયોજક નિતિન શંકર સહિત મહાનુભાવો નું શાલ તથા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત મલ્ટી ટેલેન્ટ ગાઈકા ઉજ્જયિની રોય, અનુપમા સી. શ્રીવાસ્તવ , પામેલા જૈન, રાજા લશ્ર્મી , ગુજરાતી ગાઈકા ગિતા યાદવ, શ્રીકાંત કુલકર્ણી, અરવિંદ સિંહ , અતુલ શ્રીવાસ્તવ , ચેતન રાણા , વિનોદ શેષાદ્રી, હ્યદેશ શર્મા તથા ગુજરાત મોડેલ અને એક્ટ્રેસ જયોતિ રાઠોડ સહિત નું સન્માન કરવામાં આવ્યું હતું
મ્યુજીશિયન પ્રદિપ પાંડે, હરિઓમ અજનેરિયા, નિલેશ પ્રસ્તાવર, પ્રવિણ નંદા , ઉપરાંત આ એવોર્ડ શો સંગીત ની દુનિયા સાથે જોડાયેલ પત્રકાર ખાસ કરીને ગુજરાતી ચેનલ તથા પેપર ના દિગ્ગજ પત્રકાર દિનેશ ગાંભવા જી એક્સપ્રેસ ન્યુઝ , વલ્લભભાઈ રાઠોડ , ગિરિજા શંકર સહિત નું સન્માન કરવામાં આવ્યું હતું દેવેન્દ્ર ખન્ના દ્વારા દર વર્ષે નારી સન્માન , વસઈ ગૌરવ એવોર્ડ, એવરગ્રીન ઈન્ડીયા બ્યુટી કોન્ટેસ્ટ , ગીત તથા ડાન્સીગ કોન્ટેસ્ટ સહિત એવોર્ડ શો નું ભવ્ય આયોજન કરતા રહે છે
હર હંમેશ નવા નવા ઉભરતાં કલાકારો બોલીવુડ ફિલ્મ ની દુનિયા ના પરદા પાછળ તથા પરદાના કલાકારોને આગળ વધવા તકો આપે છે તેમના આ એવોર્ડ શોમાં એકી સાથે ૧૮ થી વધુ બોલીવુડ ફિલ્મ સંગીતના હસ્તીઓ ઉપસ્થિત રહી એક મંચ ઉપર એવોર્ડ શો નું ભવ્ય સમાપન કર્યું હતું તેમના આ એવોર્ડ શો નું બધા લોકો એ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા ગુજરાત