Entertainment

જીફા ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો

જીફા ૨૦૨૩નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શુક્રવાર ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો. જીફાની ભવ્યાતિભવ્ય રેડ કાર્પેટ, મન મોહક પ્રફોર્મન્સ અને ક્ષતિ રહિત વ્યવસ્થા એ ફરી એકવાર એ સાબિત કરી દીધું કે જીફા ભારતનો સૌથી મોટો એકમાત્ર ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ છે.

દર વર્ષની જેમ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા જીફા એ પ્રેક્ષકો ના દિલમાં આગવું સ્થાન પામ્યું છે. જીફા ની વ્યવસ્થા અને ખાસ રેડ કાર્પેટ ખૂબજ મન મોહક હતા અને દરરેક કલાકાર કસ્બી તેનો આનંદ લઇ રહ્યા હતા. જીફા ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર એમ દરેક ને જેમણે ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપેલું હોય તેમને તેમના કામની પ્રશંસા રૂપ એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક સુધી પહોચાડવાનું કામ કરી રહ્યું છે.

જીફા એ ગુજરાતી ફિલ્મો ના કલાકાર કસબીઓ ને ૨૪ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપ્યું હતું. કલાકારો ની હાજરી અને જીફા ની વ્યવસ્થા કાબિલે તારીફ હતી અને આજે જ્યારે વર્ષે ૯૦ થી વધારે ફિલ્મો રિલીઝ થાય ત્યારે જીફા જેવા સન્માનીય એવોર્ડ સમારંભ કલાકાર કસ્બીઓ ને ખુબજ પ્રોત્સાહન પૂરું પાડશે.

ગઈ ૮ મી માર્ચે રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવ્યા હતાં. જીફા એવોર્ડ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે થઇ ગયો. ગુજરાતની જાણીતી હસ્તીઓ અને સિનિયર કલાકારો એ હાજર રહી જીફા ના સન્માનમાં વિશેષ વધારો કર્યો અને સાથે ઓડિયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહી જીફાને બિરદાવ્યો હતો.

જીફા ૨૦૨૩ માં સૌનક વ્યાસ, સપના વ્યાસ, ચેતન દૈયા, સ્મિત પંડ્યા, આર જે આકાશ, અવનિ મોદી, કાજલ ઓઝા, રીવા રાચ, દીપ વૈદ્ય, મૌલિક ચૉહાણ અને આર જે હાર્દિક ધ્વારા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું તથા હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, માનસી પારેખ, વિરાફ પટેલ, શ્વેતા સેન, ક્રિના પાઠક, દેવર્ષિ શાહ, સિમરન નાટેકર, ઘનશ્યામ ઝૂલા, જસ્સી દાદી, હેતલ મોદી, શિલ્પા ઠાકર, દીપ વૈદ્ય, જ્હાન્વી ચૌહાણ, મૌલિક પાઠક, નમન ગોર, પૌરવી પાલન, ઓમ ભટ્ટ, કારણ રાજવીર, નિરાલી ઓઝા, ધ્વારા સુંદર પરફોર્મન્સ રજુ કર​વા માં આવ્યા હતા.

વધુમાં જીફા ના પ્રેસીડેન્ટ હેતલભાઇ ઠકકર અને વાઇસ પ્રેસીડેન્ટ અર​વિંદ વેગડા એ ખાત્રી આપી છે કે જીફા અવીરત પણે મનોરંજન પીરસતો જ રહેશે…

અલગ અલગ કેટેગરીમાં GIFA – ૨૦૨૩ એવોર્ડ્સ જીતેલા તમામ કલાકારોની યાદી આ મુજબ છે.

જીફા એક્ટર ઓફ ધ યર મેલ
રોનક કામદાર – હરિ ઓમ હરિ
જીફા એક્ટર ઓફ ધ યર ફિમેલ
માનસી પારેખ – કચ્છ એક્સપ્રેસ
જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ મેલ
સ્મિત પંડ્યા – કહી દેને પ્રેમ છે
વિરાફ પટેલ – કચ્છ એક્સપ્રેસ
જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ ફિમેલ
રત્ના પાઠક – કચ્છ એક્સપ્રેસ
જીફા ડિરેક્ટર ઓફ ધ યર
મનીષ સૈની – શુભ યાત્રા
જીફા ફિલ્મ ઓફ ધ યર
કચ્છ એક્સપ્રેસ
જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર
મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, ઓમ ભટ્ટ – બચુભાઈ
જીફા મ્યૂઝિક ડિરેક્ટર ઓફ ધ યર
કેદાર – ભાર્ગવ – શુભ યાત્રા
જીફા લીરિસિસ્ટ ઓફ ધ યર
સ્નેહા દેસાઈ – ઊડે રે ગુલાલ – કચ્છ એક્સપ્રેસ
ચિરાગ ત્રિપાઠી – વ્હાલા રે વ્હાલમ જી – બચુભાઈ
જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર મેલ
સની શાહ – બેબી બૂચ મારી ગઈ – શુભયાત્રા
જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલ
નિશા કાપડિયા – વ્હાલા રે વ્હાલમ જી – બચુભાઈ
જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર
વિનોદ કે સરવૈયા – હરિ ઓમ હરિ
જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર
તપન વ્યાસ – લકીરો
જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર
ગુલરાજ સિંહ – કચ્છ એક્સપ્રેસ
જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર
અભિષેક પાઇ અને પૂજા કાલે – કચ્છ એક્સપ્રેસ
જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર
શીલ ઠાકોર – કચ્છ એક્સપ્રેસ
જીફા એડિટર ઓફ ધ યર
ભાગ્યશ્રી ઠાકોર – હું ઇકબાલ
જીફા ડાયલોગ રાઉટર ઓફ ધ યર
રામ મોરી – કચ્છ એક્સપ્રેસ
જીફા એક્ટર ઓફ ધ યર ઈન કોમિક રોલ
હેમીન ત્રિવેદી – શુભ યાત્રા
જીફા એક્શન ડિરેક્ટર ઓફ ધ યર
મહોમ્મદ અમદાવાદી – જોડી નં ૪૨૦
જીફા એક્ટર ઓફ ધ યર ઈન નેગેટિવ રોલ
ચેતન ધાનાની – વેલકમ પૂર્ણિમા
જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર મેલ
ઉત્સવ નાયક – આગંતુક
જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર ફિમેલ
મલ્હાર રાઠોડ – હરિ ઓમ હરિ
જીફા કોષ્ચ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર
નિક્કી જોશી – કચ્છ એક્સપ્રેસ
જીફા ગોલ્ડન એવોર્ડ
ગૌરાંગ વ્યાસ
જીફા જ્યુરી મેન્શન એક્ટર
રાગી જાની – પોપટ
જીફા જ્યુરી મેન્શન ફિલ્મ – પોપટ
જીફા જ્યુરી મેન્શન એક્ટર ઈન સપોર્ટિંગ રોલ ફિમેલ
નેત્રી ત્રિવેદી – લકીરો
જીફા જ્યુરી મેન્શન ડાઇરેક્ટર
નિસર્ગ વૈદ્ય – હરિ ઓમ હરિ
જીફા સ્પેશિયલ મેન્સન્સ – કાજલ ઓઝા વૈદ્ય
જીફા સ્પેશિયલ મેન્સન્સ – જય મહંત
જીફા સ્પેશિયલ મેન્સન્સ – અજય બારોટ – પોપટ
જીફા સ્પેશિયલ મેન્સન્ – દિપાલી ચતવાની
જીફા સ્પેશિયલ મેન્સન્સ – દેવાંશી શાહ
જોશ એપ સ્પેશિયલ એક્ટર – દેવર્ષિ શાહ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *