Entertainment

અમદાવાદ શહેરના આંગણે યોજાયો GIMA 2023..

તારીખ 9/1/2023 ના રોજ ગુજરાત આઈકોન એવોર્ડ (GIMA) 2023 યોજાયો હતો.

આ વિશાળ મંચ પર યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતના ખૂણે ખૂણેથી સુપ્રસિદ્ધ કલાકારો આવેલા અને સૌને પોતપોતાની પ્રતિભા બતાવવાની તક સાંપડેલી.. કાર્યક્રમની શરૂઆત ગુજરાતના લોકલાડીલા ગાયક નીતિન બારોટ એ ગણેશ વંદનાથી કરેલી.

ત્યારબાદ રતનસિંહ વાઘેલા, વિજય સુંવાળા અને યુવરાજ સુંવાળા જેવા દિગ્ગજ કલાકારો એ કાર્યક્રમમાં પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરેલા. મુખ્ય મેહમાનમાં અમિષા પટેલ એ આવીને પોતાની આવનારી ફિલ્મ ગદ્દર 2 વિશે વાત કરેલી અને ચાહકો સાથે મન ભરીને વાતો કરેલી સાથે જ તારક મેહતાના ટપ્પુ એ પણ હાજરી આપેલી અને ડાન્સ કરીને સૌને ખુશ કરી દીધેલા અને ખૂબ હસાવેલા.ગ્રીષ્મા પંચાલ અને વિશાલ શુક્લાના વ્યવસ્થાપન હેઠળ યોજાયેલ આ એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ શાનદાર રહેલો..

ઘણા બધા કલાકારો એવોર્ડ માટે નોમિનીટ થયેલા તેમાં.. મીડિયા ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવીને એક અલાયદુ નામ ધરાવનાર G Express News ના ચેરમેન હેમરાજસિંહ વાળા, ગુજરાતના સુપ્રસિદ્ધ અભિનેત્રી પાયલ સિહોરા,ગુજરાતના અદભુત સિંગર ધારા નાયક તેમ જ જેમના શબ્દોમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે તેવા ગુજરાત અમદાવાદથી લેખક સુચિતા ભટ્ટ કે જેમનું પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું છે અને ખૂબ જ સફળ રહ્યું છે તેઓ કોલમનીસ્ટ, લેખક અને સાથે કવિ પણ છે આ બધા જ ધુંરધર કલાકારોને GIMA 2023 એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા..

રિપોર્ટ અભિષેક પારેખ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *