Entertainment

ગોતીલો તમારી અંદર ખોવાયેલો અને છુપાયેલો એ નટખટ #ચંદુ

રિપોર્ટ અનુજ ઠાકર.

ગોતી લો, આધુનિક સમય ની એક એવી ફિલ્મ જે આજના યુગમાં દરેક પરિવાર ને સ્પર્શે છે.ફિલ્મ દરેક વ્યક્તિ ને બાળપણ માં લઈ જાય છે. ફિલ્મ માં આધુનિક ગેઝેટ્સ જેવા કે મોબાઈલ, લેપટોપ અને ઓનલાઇન ગેમ્સ ના વધારે પડતા ઉપયોગ અને તેનાથી મળતા કૃત્રિમ આનંદ થકી કુટુંબ અને સંબંધોમાં પડતી અસર ને કંઈક અંશે વણી લીધી છે. કબડ્ડી, દોરડા ખેંચ, ગિલ્લી દંડા , સાતોડિયું , થપ્પો, નાનપણ માં રમતા લખોટી ની રમતો, ટાયર ને લાકડી થી ફેરવવું વગેરે વિસરાતી રમતો , મિયાં ફુસકી અને બકોર પટેલ ની વાર્તા ના પુસ્તકો, વગેરેનું વર્ણન આવરી લેવાયું છે, જેને વધારે ન્યાય આપી શકાત.

ફિલ્મ માં Manoj Joshi Mehul Buch Makrand Annapurna ની એક્ટિંગ ખૂબ સરસ છે. ઉપરાંત બાળકલાકાર તરીકે #વિશાલ_ઠક્કર #માનવ_રાવ (ચંદુ) અને NRG girl તાન્યા તરીકે #ભવ્યા_સિરોહી દ્વારા ખૂબ સરસ રીતે ભજવ્યા છે. આખી ફિલ્મ નું શૂટિંગ, સાબરકાંઠા ના #બામણા ગામ માં થયેલું છે, અને ગામ ના દરેક દ્રશ્યો એવા કંડારેલા છે કે કોઈપણ પ્રકાર ની VFX ની જરૂર ના પડે.

ફિલ્મ માં, દર્શાવવા માં આવતા કુટુંબ ના મૂલ્યો, સ્વર્ગસ્થ માતા ની ઈચ્છા જ આખરી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરાય છે, તર્પણ વિધિ નો સીન માણવો ગમે છે. સાયબર ક્રાઈમ વિશે ગામડાઓ માં જોવા મળતી જાગૃકતા પણ અહીં દર્શાવામાં આવી છે. ફિલ્મ ના અમુક સંવાદો અને punch lines તો ખૂબ સરસ છે, જેને માણવા માટે તો ફિલ્મ જરૂર જોવી પડશે.

#ગોતીલો નું RAag MEhta દ્વારા ગવાયેલું ટાઇટલ સોંગ, જેનું મ્યુઝિક Samir Mana દ્વારા અપાયું તે અદ્ભુત છે. અને સૌથી વધુ આકર્ષક તો રમેશ પારેખ દ્વારા લિખિત, “હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા… ” જેનું એકદમ સરસ રીતે આંકલન કર્યું છે, અને ફિલ્મ માં એક પ્રાણ પૂરે છે.

ફિલ્મ થોડી વધુ “ફાસ્ટ” થઈ હોત અને ટૂંકાવી શકાઈ હોત, વિસરાઈ જતી રમતો ને થોડી વધારે highlight કરી શકાઈ હોત. Overall પરિવાર સાથે એકવાર માણવા લાયક ફિલ્મ.

TAFF (Travel, Art, Fashion & Food)નો દિલથી આભાર અને TAFFના તમામ સભ્યોને ધન્યવાદ આપીએ છીએ કે તેઓ ફિલ્મ પ્રીમિયર દરમિયાન ઉપસ્થિત રહીને પ્રસંગને યાદગાર બનાવ્યો. 💫🎬

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 58

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *