Entertainment

ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ

ડીસા, સંજીવ રાજપૂત: બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલ્લર ખાતે એક શામ ગૌમાતા કે નામ પર પીએન.માળી ફાઉન્ડેશન દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું હતું. ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન.માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે

ત્યારે આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો. નામાંકિત કલાકાર રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ, રાહુલ મકવાણા સહિતના કલાકારોએ મોડી રાત્ર સુધી મન મૂકીને ગૌ માતાના નામે રમઝટ બોલાવી હતી.

ગૌમાતાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે. આ કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી. કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ આયોજન ગૌસેવા અને સાંસ્કૃતિક વિરાસતનું સુંદર સંગમ બની રહ્યું હતું….

આ કાર્યક્રમમાં રજનીભાઇ પટેલ (ભાજપના પ્રદેશ મહામંત્રી) , મયંકભાઈ નાયક (રાજ્યસભાના સાંસદ, પ્રદેશ અધ્યક્ષ બક્ષીપંચ મોરચો), માવજીભાઈ દેસાઈ (ધાનેરાના ધારાસભ્ય), દિનેશભાઈ અનાવાડિયા (પૂર્વ સાંસદ સભ્ય), કનુભાઈ વ્યાજ (જિલ્લા ભાજપ મહામંત્રી), શ્રેયાજભાઈ પ્રજાપતિ (જિલ્લા મહામંત્રી), વર્ષાબેન પટેલ (ડીસા શહેર ભાજપ પ્રમુખ), અમૃતભાઈ દવે (પુર્વ મહામંત્રી), પ્રતિકભાઈ પઢિયાર (ડીસા તાલુકા સંઘના પ્રમુખ), પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ (બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી), મહેન્દ્રભાઈ બાવરીયા ( બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી) વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિતિ રહ્યા હતા….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 58

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *