Entertainment

ગુજરાત નું ગૌરવ વધારતી વધુ એક અભિનેત્રી – પૂજા પ્રજાપતિ

ઓછા સમય માં જ કરેલી ગુજ્જુ વર્ડ થી ટોલીવુડ અને બૉલીવુડ સુધી નો સફર

સ્વભાવિક છે કે,ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખૂબસૂરતી વગર તો ધંધો જામે કે નહિ ! એમાંયે આજકાલ તો એક્ટ્રેસોની એક્ટિંગ કરતા તો વધારે એની ખૂબસૂરતીને લીધે ફિલ્મ માટે સાઈન કરવામાં આવે છે એવું પણ કેહવાય છે.બોલિવૂડ થી લઇને ટેલિવૂડ સુધી બધે જ સૌંદર્યની બોલબાલા છે

આજ અહીં વાત કરવી છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી “પૂજા પ્રજાપતિ” ની જેની ખૂબસૂરતી ની આગળ કદાચ બોલીવુડ સુંદરીઓનું રૂપ પણ વામણુ લાગે
સને ૧૯૯૨ માં અમદાવાદ માં મીનાબેન અને મહેશભાઈ પ્રજાપતિ ના ઘરે જન્મેલ પૂજા હાલ ૨૭ વર્ષ ની ઉંમર ની છે,માતા મીનાબેન પણ એક્ટ્રેસ છે જેના કારણે પૂજા ને બચપણ થી જ એક્ટિંગ નો શોખ હતો જેના કારણે માતા એ તેની આ કલા ને પારખી ને અભિનય શિખવાડવાની શરૂઆત કરી હતી
પૂજા એ આશિકી (ગુજ્જુ મુવી), ટ્રીપ ટુ બેચલર પાર્ટી અને રોમી (હિન્દી મુવી), ની કાસમ અને મુરકોડું (તેલુગુ મુવી) જેવી અનેક ફિલ્મો માં કામ કર્યું છે જે દર્શકો ને ખુબ જ પસંદ પડી હતી તેમજ ગુનાહ નામ ની એક વેબ સિરીઝ પણ કરી છે જેમાં તેણે ACP નો રોલ કર્યો હતો

તેમજ મારોવીર,તરસું રે,તારા પાપા ને સુકામ કેહવું છે,એક બેવફા દિલ તોડી ગઈ,તારી પ્રીત માં પાગલ,મોત ની તારીખ ,બિયર બાર માં અને હસો તો ખરા જેવા અનેક સોન્ગ પણ કર્યા છે,જેમાંથી “હસો તો ખરા'” સોન્ગ તો સુપર ડુપર હિટ પુરવાર થયું હતું અને દર્શકો ને ખુબ જ પસંદ આવ્યું હતું અને આ સોન્ગ ને લાખો લોકે એ નિહાળ્યું હતું આ સિવાય મુજે યાદ હે અને તુમ્હે આના હોગા (હિન્દી સોન્ગ) ,પિન્ક પિન્ક (પંજાબી સોન્ગ),તેમજ પરદેશી ઢોલા અને ખીર કી થાલ (રાજસ્થાની સોન્ગ) જેવા સોન્ગ પણ કર્યા છે જે પણ ખુબ જ હિટ થયા હતા

પૂજા પ્રજાપતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત તે મોડેલ વર્ક પણ કરે છે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.પોતાની ખુબસુરત તસ્વીરો અપલોડ કરીને ફેન્સને તે સદાય પસંદ પડતી રહે છે અને વાહવાહી મેળવતી રહે છે

પોતાના શરીરની ફિટનેસ અને સુંદરતા માટે ધ્યાન રાખતી પૂજા રેગ્યુલર યોગા કરે છે,પૂજા ફિલ્મો માં નવા નવા અને ચેલેન્જિંગ રોલ કરવા માટે પ્રખ્યાત છે ટુક સમય માં આવી રહેલી તેની ફિલ્મ ગ્રીન ફોર્સ માં અભિનય ના ઓજસ પાથર્યા છે અને તેણે પોતાની જાતને અનેકે નવા નવા પાત્રોમાં ઢાળવાની બખૂબી કોશિશ કરે છે
પૂજા કહે છે કે “મને મારી કેરિયર બનાવવામા મારી ફેમિલી એ ખુબ જ સાથ સહકાર આપ્યો છે જેમાં મારા મમ્મી નો ખુબ જ સપોર્ટ રહ્યો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સવારકુંડલા ના લોક ગાયીકા આશા કારેલીયાને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વિધાનસભામાં કરાયા સન્માનિત

સવારકુંડલાના વતની અને ગુજરાતના લોકગાયિકાનું આશા કારેલીયા વિશ્વ રંગભૂમિ ના દિવસે…

प्रख्यात ओडिसी नृत्यांगना श्रेयाश्री पति को प्रतिष्ठित प्रतिभा रत्न पुरस्कार से सम्मानित किया गया।

कपिल पटेल द्वारा अहमदाबाद भुवनेश्वर:- ओडिसी ओडिशा का लोकप्रिय नृत्य है। यह नृत्य…

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

1 of 56

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *